<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

દુનિયાના ૫૦૦ સૌથી પ્રભાવશાળી મુસ્‍લિમોની યાદી જાહેરઃ ભારતના ૨૨ દિગ્‍ગજોને સ્‍થાન

જમીયત ઉલેમા-એ-હિદના અધ્‍યક્ષ મૌલાના મહમૂદ મદની વિશ્વમાં ૧૮માં અને ભારતમાં પ્રથમ સ્‍થાનેઃ યાદીમાં શાહરૂખ ખાન પ્રથમવાર સામેલઃ જ્‍યારે આમિર ખાન, એ.આર. રહેમાન, અઝીમ પ્રેમજી અને અસદુદ્દીન ઓવૈસી પણ યાદીમાં સામેલ

નવી દિલ્‍હી,તા.૧૭: સમગ્ર વિશ્વમાં 'ધ મુસ્‍લિમ ૫૦૦' લિસ્‍ટની ભારે ચર્ચા થઈ રહી છે, કારણ કે આ એવી પ્રતિષ્ઠિત યાદી છે જેમાં દુનિયાના ૫૦૦ સૌથી પ્રભાવશાળી મુસ્‍લિમોના નામ સામેલ કરવામાં આવે છે. આ વખતે આ યાદીમાં ભારતના ૨૨ લોકોને સામેલ કરવામાં આવ્‍યા છે, જેમાં ધર્મગુરુઓથી લઈને બોલિવૂડ અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. ભારત તરફથી જે મુસ્‍લિમોને આ યાદીમાં સ્‍થાન મળ્‍યું છે તેમાં પ્રથમ સ્‍થાન જમીયત ઉલેમા-એ-હિદના અધ્‍યક્ષ મૌલાના મહમૂદ મદનીનું છે, અને એકંદરે વિશ્વના પ્રભાવશાળી મુસ્‍લિમોમાં મૌલાના મહમૂદ મદનીને ૧૮મું સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

'ધ મુસ્‍લિમ ૫૦૦' લિસ્‍ટમાં સામેલ ભારતના ૨૨ લોકોના નામ

શેખ અબુબક્ર અહમદ, મૌલાના કમરુઝ્‍ઝમાં આઝમી, શબાના આઝમી, સૈયદ ઈબ્રાહિમુલ ખલીલ અલ-બુખારી, મીરવાઈઝ ઉમર ફારુક, ડો. હાશિમા હસન, મૌલાના સાદ કાંધલવી, મૌલાના ઝુહૈર ઉલ હસન કાંધલવી, આમિર ખાન, ડો. સાનિયાસનૈન ખાન, શાહરૂખ ખાન, મૌલાના મહમૂદ મદની, મૌલાના સૈયદ અરશદ મદની, ડો. બહાઉદ્દીન મુહમ્‍મદ જમાલુદ્દીન નદવી, ડો. ઝાકિર અબ્‍દુલ કરીમ નાઈક, મુફતી અબુલ કાસિમ નોમાની, મૌલાના શાકિર અલી નૂરી, અસદુદ્દીન ઓવૈસી, અઝીમ પ્રેમજી, મૌલાના બદરુદ્દીન અજમલ, એ.આર. રહેમાન, સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન, શાહરૂખ ખાનની પ્રથમવાર એન્‍ટ્રી અને ટોપ-૫૦ માં ભારતનું પ્રતિનિધિત્‍વ

મૌલાના મહમૂદ મદની ભારતના એકમાત્ર એવા વ્‍યક્‍તિ છે, જેમને ટોપ-૫૦ માં સ્‍થાન પ્રાપ્ત થયું છે.

બોલિવૂડ ક્ષેત્રેથી શાહરૂખ ખાન અને આમિર ખાન ઉપરાંત શબાના આઝમી અને સંગીતકાર એ.આર. રહેમાનનું નામ આ યાદીમાં છે, જેમાં ખાસ વાત એ છે કે શાહરૂખ ખાનના નામની આગળ સત્તાવાર યાદીમાં 'New' લખેલું છે જેનો અર્થ એ થાય છે કે તેઓ આ વર્ષે પ્રથમ વખત આ યાદીમાં સામેલ થયા છે. આ ઉપરાંત રાજકારણમાંથી અસદુદ્દીન ઓવૈસી અને બદરુદ્દીન અજમલ, ઉદ્યોગ જગતમાંથી અઝીમ પ્રેમજી અને વિજ્ઞાન ક્ષેત્રમાંથી ડો. હાશિમા હસનનું નામ પણ સામેલ કરવામાં આવ્‍યું છે.

'ધ મુસ્‍લિમ ૫૦૦' નું પૂરું નામ 'The WorldÓs 500 Most Influential Muslims છે, જેને જોર્ડનની સંસ્‍થા 'ધ રોયલ ઈસ્‍લામિક સ્‍ટ્રેટેજિક સ્‍ટડીઝ સેન્‍ટર' દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકાશનની શરૂઆત વર્ષ ૨૦૦૯ માં થઈ હતી અને ૨૦૨૭ નું સંસ્‍કરણ તેનું ૧૮મું વાર્ષિક સંસ્‍કરણ છે, જેમાં આ વખતે ૮૨ દેશોના ૫૦૯ નામ નોંધાયેલા છે અને તેમાંથી ૨૯ નામ એવા છે જેમને આ સંસ્‍કરણમાં નવા સામેલ કરવામાં આવ્‍યા છે.

વૈશ્વિક રેન્‍કિંગની વાત કરીએ તો પાકિસ્‍તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ ફિલ્‍ડ માર્શલ આસિમ મુનીરને દુનિયાના સૌથી પ્રભાવશાળી મુસ્‍લિમોની યાદીમાં પ્રથમ સ્‍થાન મળ્‍યું છે, અને આ બંનેએ સાઉદી અરેબિયાના કિગ સલમાન, ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગન સાથે સંયુક્‍ત રીતે આ ટોચનું સ્‍થાન હાંસલ કર્યું છે.

(10:19 AM IST)