તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Thursday, 15th October 2026
રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે લાંબાગાળાની સહભાગિતાનો પ્રારંભ
ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો હેતુઃ આ ભાગીદારી મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવાની સમાન પ્રતિબધ્ધતા સાથે બે સંસ્થાઓને એકસાથે લાવે છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝની પરોપકારી શાખા ‘ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન' દ્વારા લાંબાગાળાની સહભાગિતા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો છે.
આ ભાગીદારી અંગે વાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘ હું માનું છું કે દરેક બાળકી પાસે મોટું સપનું જોવાનો આત્મવિશ્વાસ, નેતળત્વ કરવાની હિંમત અને પોતાની આકાંક્ષાઓ પૂરી કરવાની તક હોવી જોઈએ. મને ખુશી છે કે આ ભાગીદારી થકી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન એક મિલિયન બાળકીઓ અને યુવતીઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે જરૂરી મક્કમતા પૂરી પાડવા માટે એક થઈ રહ્યા છે - જે વ્યક્તિથી લઈને તેમના પરિવાર અને સમગ્ર સમુદાય સુધી વિસ્તરતા એક શક્તિશાળી પરિવર્તનની શરૂઆત કરશે.'
આ અંગે ધ એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર તથા ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ સ્ટેફન ડી લા ફેવેરીએ જણાવ્યું હતું કે પ્રભારતમાં બાળકીઓ અને યુવતીઓ માટે વધુ તકો ઊભી કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે, જે તેમનામાં આધુનિક કાર્યો માટેના માનવસમૂહમાં જોડાવા માટે અને સફળ થવા માટે જરૂરી કૌશલ્યોનું નિર્માણ કરશે.
મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવાના સહિયારા સંકલ્પ સાથે આ કાર્યક્રમ બે સંસ્થાઓને એકસાથે લાવે છે. આ ભાગીદારી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ અભૂતપૂર્વ તકો રજૂ કરી રહ્યો છે, જ્યાં કાર્યક્ષમ માનવસમૂહમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પરિવર્તન માટેની એક મુખ્ય ચાવી બની રહેશે.
આ પહેલને બિન-નફાકારક સંસ્થા ‘ગર્લ ઇફેક્ટ' સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે, જેનો હેતુ બાળકીઓ માટેના અભ્યાસક્રમ અને શિક્ષણ સંસાધનો વિકસાવવામાં સંસ્થાના નિષ્ણાત જ્ઞાનનો લાભ લેવાનો છે. આ બે-વર્ષીય કાર્યક્રમ તળિયાના વિવિધ સ્તરના અમલીકરણ માટેના ભાગીદારો સાથે મળીને કામ કરીને પ્રત્યક્ષ અને ડિજિટલ તાલીમ તેમજ ક્ષમતા નિર્માણ પૂરું પાડશે.
આ કાર્યક્રમ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન મહિલાઓ અને યુવતીઓ માટે પ્રગતિ, તકો અને સશક્તીકરણને ઝડપી બનાવવાના તેમના સહિયારા વિઝનને આગળ ધપાવી રહ્યા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
