તા. ૧૭ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૧૫, ગુરૂવાર
News of Thursday, 4th June 2026
લો બોલો... કોલેજમાં ૧ કરોડ રૂપિયાની નોટો ઊધઈ ઝાપટી ગઈ!
કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં એક રૂમમાંથી મોટી માત્રામાં ઊધઈ ખાધેલી અને ખરાબ થઈ ગયેલી નોટો મળવાથી દોડધામ મચી ગઈ

કોલકાતા,તા.૪: કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં તે સમયે દોડધામ મચી ગઈ જ્યારે કોલેજ કેમ્પસના એક રૂમમાંથી મોટી માત્રામાં ઊધઈ લાગેલી અને ખરાબ થઈ ગયેલી નોટો મળી આવવાની માહિતી સામે આવી છે. એવું કહેવાય છે કે આ રૂમ તૃણમૂલ કોંગ્રેસ છાત્ર સંગઠન સાથે જોડાયેલો યુનિયન રૂમ છે. નોટોની હાલત એટલી ખરાબ હતી કે તે હવે વાપરવા લાયક પણ નથી રહી. હવે સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી રકમ કોલેજના રૂમમાં કોણે અને કેમ રાખી હતી. આ બાબતને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ શરૂ થઈ ગયા છે.
મળેલી માહિતી મુજબ, કોલેજના સત્તાવાળાઓને રૂમની અંદર મોટી સંખ્યામાં નોટો મળી હતી, જેમાં ઘણી હદ સુધી ઊધઈ ખાઈ ગઈ હતી. શરૂઆતી અંદાજ મુજબ આ નોટોની કુલ કિમત ૧ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. જો કે હકીકતમાં આ રકમ કેટલી છે તેની સાથે જોડાયેલી અન્ય માહિતીની સત્તાવાર પુષ્ટિની થઈ નથી.
આ ઘટનાએ કોલેજ પ્રશાસનને પણ હેરાન કરી દીધું છે. સૌથી મોટો સવાલ એ ઊઠી રહ્યો છે કે આટલી મોટી રકમ કોલેજના એક રૂમમાં આખરે કોણે રાખી હતી અને તે ત્યાં ક્યારથી પડી હતી. નોટો પૂરી રીતે ખરાબ થઈ ચૂકી હોવાથી અત્યારે તેનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે.
આ બાબત સામે આવ્યા પછી રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ બાબતને લઈને તૃણમૂલ કોંગ્રેસના છાત્ર સંગઠન પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપ તરફથી એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે મળી આવેલી રોકડનો સંબંધ તૃણમૂલ કોંગ્રેસની છાત્ર વિગ સાથે હોઈ શકે છે.
આ બાબત પર ભાજપ ધારાસભ્ય સજલ ઘોષે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સુરેન્દ્રનાથ કોલેજમાં રોકડ મળવાની ઘટનાને ગંભીર ગણાવતા સવાલો ઉઠાવ્યા છે. જો કે આ બાબતમાં હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે નોટો કોની હતી અને તેને કોલેજના રૂમમાં કયા હેતુથી રાખવામાં આવી હતી.
ઘટના પછી કોલેજ કેમ્પસમાં ચર્ચાનો માહોલ છે. ઊધઈએ ખાધેલી નોટોના ઢગલાએ કેટલાય સવાલો ઊભા કરી દીધા છે. સૌથી મહત્વનો સવાલ એ જ છે કે કરોડો રૂપિયાની આ રકમ કોલેજના રૂમ સુધી કેવી રીતે પહોંચી અને આટલા લાંબા સમય સુધી ત્યાં કેમ પડી રહી. હાલમાં આ બાબતને લઈને વિવિધ સ્તરો પર ચર્ચા ચાલી રહી છે. કોલેજ સત્તાવાળાઓની સાથે-સાથે રાજકીય પક્ષો પણ આખી ઘટના પર નજર રાખી રહ્યા છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
