News of Sunday, 24th May 2026
ITR ફાઇલ કરવામાં થઈ ગઈ છે ભૂલ? જાણો સુધારવાની રીત, રિફંડમાં મોડું ન થયા તે માટે પસંદ કરો સાચું ફોર્મ
ખોટું ITR ફોર્મ ભરાય તો 15 દિવસમાં સુધારો કરવો જરૂરી, નહીં તો રિટર્ન અમાન્ય થઈ શકે છે અને રિફંડ અટકી શકે

નવી દિલ્હી : આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારી આવકના પ્રકાર અને કેટેગરી પ્રમાણે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા કરદાતા માત્ર પગાર આધારિત આવક માનીને ITR-1 ફાઇલ કરી દે છે, પરંતુ જો વ્યક્તિ પાસે મૂડી લાભ, બિઝનેસ ઇનકમ, એકથી વધુ હાઉસ પ્રોપર્ટી કે વિદેશી સંપત્તિ હોય તો તે માટે ITR-2, ITR-3 કે ITR-4 જેવા અલગ ફોર્મ લાગુ પડે છે. ખોટું ફોર્મ સબમિટ થાય તો આવકવેરા વિભાગ રિટર્નને અમાન્ય જાહેર કરી શકે છે.
જો ખોટું ITR ફોર્મ ફાઇલ થઈ જાય, તો આવકવેરા વિભાગ કલમ 139(9) હેઠળ CPC તરફથી નોટિસ મોકલે છે. નોટિસ મળ્યા પછી કરદાતાને ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ સમયગાળામાં યોગ્ય માહિતી સાથે સાચું ITR ફોર્મ ફરીથી સબમિટ કરવાનું રહે છે. જો સમયસર જવાબ ન આપવામાં આવે, તો રિટર્ન અમાન્ય ગણાઈ શકે છે, રિફંડમાં વિલંબ થાય છે અને દંડની કાર્યવાહી પણ થઈ શકે છે. નિષ્ણાતોની સલાહ છે કે ITR ભરતા પહેલા આવકના તમામ સ્ત્રોત તપાસી લેવા અને ફોર્મ પસંદગીમાં ભૂલ ન કરવી. જો ભૂલ થઈ જાય તો તાત્કાલિક સુધારીને 'Revised Return' ફાઈલ કરવું હિતાવહ છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
