તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Monday, 8th June 2026
દિલ્હીમાં આજે 'ઇન્ડિયા' ગઠબંધનની મહામંથન બેઠક, ડીએમકે અને આપની ગેરહાજરીથી વિપક્ષી એકતા સામે નવા પડકારો
ચૂંટણીમાં કોંગ્રેસના વિશ્વાસઘાતથી નારાજ ડીએમકે બેઠકથી અળગું, ટીએમસીના આંતરિક બળવા વચ્ચે ૨૩ પક્ષો એકમંચ પર: આપ પણ અળગું રહ્યું

નવી દિલ્હી: આગામી રણનીતિ ઘડવા અને કેન્દ્ર સરકારને ઘેરવા માટે આજે દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ૨૩ વિરોધ પક્ષોના દિગ્ગજ નેતાઓ સાથે 'ઇન્ડિયા' ગઠબંધનની અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જોકે, આ બેઠક શરૂ થાય તે પહેલા જ વિપક્ષી એકતામાં તિરાડ જોવા મળી છે.
તમિલનાડુમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે ગઠબંધન તોડીને અભિનેતા વિજયની પાર્ટી (ટીવીકે) ને ટેકો આપતાં, તેને પીઠમાં ખંજર ભોંકવા સમાન "વિશ્વાસઘાત" ગણાવીને મુખ્ય સાથી પક્ષ ડીએમકે ( બી એમ કે) એ આ બેઠકનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે.
આમ આદમી પાર્ટી (આપ) પણ પોતાના કારણોસર આ બેઠકથી દૂર રહી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં હાર બાદ મમતા બેનરજીના પક્ષ ટીએમસી (ટી એમ સી) માં સાંસદોના આંતરિક બળવા જેવા માહોલ વચ્ચે પણ તેઓ બેઠકમાં પહોંચ્યા છે. વિપક્ષોને એક કરવાની મથામણ વચ્ચે મોટા પક્ષોનું આ રીતે છેડો ફાડવો, ગઠબંધનની ભવિષ્યની મજબૂતી અને રણનીતિ પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યું છે.*
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
