<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

પાવન ગિરનારની પરિક્રમામાં સ્‍વચ્‍છતા જાળવવી એ જ સાચી

ભક્‍તિઃ પરિમલભાઈ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: પાવન ગિરનારની પરિક્રમા એ આસ્‍થા, શ્રદ્ધા અને પ્રકળતિ સાથેના અતૂટ જોડાણનો પવિત્ર અવસર છે. આ પવિત્ર ધરોહરની સ્‍વચ્‍છતા અને પ્રાકળતિક સુંદરતા જાળવવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. તેમ રાજ્‍યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવ્‍યું છે.

પરિક્રમામાં જોડાનારા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર અપીલ છે કે પરિક્રમા દરમિયાન રસ્‍તામાં કોઈપણ પ્રકારનો કચરો ન ફેંકે અને પોતાની પાછળ કચરો ન છોડે. સ્‍વચ્‍છતા જાળવવા માટે સ્‍થાનિક વહીવટીતંત્ર અને વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપીએ તેમજ તેમના દ્વારા આપવામાં આવતાં માર્ગદર્શન અને સૂચનાઓનું પાલન કરીએ. ગિરનારની પવિત્રતા, સ્‍વચ્‍છતા અને પ્રાકળતિક સુંદરતા જાળવવી એ જ સાચી ભક્‍તિ છે. તેમ પરિમલભાઈ નથવાણીએ જણાવ્‍યું છે.

(1:12 PM IST)