તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મેક્સિકોમાં મોટી દુર્ઘટના :વ્યસ્ત હાઈવે પર વિમાન તૂટી પડ્યું: 6 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો
ટેકઓફ દરમિયાન એન્જિન ફેઈલ થતાં વિમાન એરપોર્ટની ફેન્સિંગ તોડીને નજીકના વ્યસ્ત હાઈવે પર જઈને અથડાયું

મેક્સિકોમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ટેકઓફ દરમિયાન એન્જિન ફેઈલ થતાં વિમાન એરપોર્ટની ફેન્સિંગ તોડીને નજીકના વ્યસ્ત હાઈવે પર જઈને અથડાયું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિમાનમાં બે પાઈલટ સહિત કુલ 6 લોકો સવાર હતા. જોકે, સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં તમામ 6 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. વિમાન હાઈવે પર તૂટી પડતાં વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટેકઓફ દરમિયાન એન્જિનમાં ખામી સર્જાતાં આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
