<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મોટો અકસ્માત : ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ

ખોટા માર્ગે જવાને કારણે તે માઈનથી ટકરાયું અને વિસ્ફોટ થયો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક ઓઇલ ટેન્કરમાં સમુદ્રી માઈન સાથે અથડાવાને લીધે વિસ્ફોટ થયો હતો. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીની રિપોર્ટ અનુસાર, ટેન્કર ઈરાન તરફથી નિર્ધારીત સમુદ્રી માર્ગથી ભટકવાને કારણે થયું. ખોટા માર્ગે જવાને કારણે તે માઈનથી ટકરાયું અને વિસ્ફોટ થયો. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના વિશ્વનાં સૌથી રણનીતિક અને વ્યસ્ત ઓઇલ રુટમાંથી એક સ્ટ્રેટ ઓફ હોર્મુંઝમાં બની. જ્યાંથી વૈશ્વિક ઓઇલ સપ્લાઈના 20 ટકા જેટલો હિસ્સો પસાર થતો હોય છે. જોકે, ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઈરાને આ રુટ મોટાભાગના દેશો માટે બંધ કરેલો છે.

(7:16 PM IST)