<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

નેપાળના મનાંગ જિલ્લામાં મોટી હિમસ્ખલનની દુર્ઘટના :પર્વતારોહકો સહિત 12 લોકો લાપતા

નાર ફૂ વિસ્તારમાં 7,126 મીટરની ઊંચાઈએ આવેલા પર્વતના બેઝ કેમ્પ પર હિમસ્ખલન થતાં ટેન્ટ બરફમાં દટાઈ ગયો

નેપાળના મનાંગ જિલ્લામાં મોટી હિમસ્ખલનની દુર્ઘટના સર્જાઈ છે. નાર ફૂ વિસ્તારમાં 7,126 મીટરની ઊંચાઈએ આવેલા પર્વતના બેઝ કેમ્પ પર હિમસ્ખલન થતાં ટેન્ટ બરફમાં દટાઈ ગયો હતો. ઘટનાસમયે ટેન્ટમાં 9 પર્વતારોહકો અને 13 સહાયક કર્મચારીઓ સહિત કુલ 22 લોકો હાજર હોવાનું સામે આવ્યું છે. હિમસ્ખલનની આ ઘટનામાં પર્વતારોહકો સહિત 12 લોકો લાપતા થયા હોવાની માહિતી છે. ઘટના બાદ લાપતા લોકોને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

(11:26 AM IST)