તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા
દિવાળી સ્નેહ મિલનમાં તમામ સાંસદો, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓને હાજર રહેવા ખાસ સૂચના અપાઈ છે : કોના પર ગાજ ગરજશે અને કોને મંત્રીમંડળમાં એન્ટ્રી મળશે તે અંગે અત્યારથી જ તરેહ તરેહની રાજકીય અટકળો

નવી દિલ્હી,તા.૧૬: ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીની ઓચિતી મુલાકાત બાદ હવે પ્રદેશ પ્રભારી તરણ યુગ પણ પાટનગર પહોંચ્યા છે. સોમવારે કૌબા સ્થિત ભાજપના મુખ્યાલય 'કમલમ'માં યોજાનારા દિવાળી સ્નેહમિલન પર હવે સમગ્ર રાજ્યની નજર મંડાઈ છે તેનું કારણ એંછે કે, આગામી દિવસોમાં રાજ્યના મંત્રીમંડળ જ નહીં, ભાજપના સંગઠનમાં મોટા ઉલટફેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આજે તેની જાહેરાત થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વહીવટી તંત્ર પર સરકારની પકડ રહી નથી. વર્તમાન પરિસ્થિતિને જોતાં વડાપ્રધાન મોદી તાબડતોડ દિલ્હીથી ગાંધીનગર દોડી આવ્યા હતાં જ્યાં રાતવાસો કરીને મંત્રીઓ સાથે બેઠક કરવી પડી હતી. વડાપ્રધાનની દિલ્હી વિદાય બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હવે ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં ઉલટફેર થશે. કેટલાક મંત્રીઓની નબળી કામગીરી અને વિવાદોને લઈ તેમની વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે. હવે કોના પર ગાજ ગરજશે અને કોને મંત્રીમંડળમાં એન્ટ્રી મળશે તે અંગે અત્યારથી જ તરેહ તરેહની રાજકીય અટકળો વહેતી થઈ છે.
ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદેથી ખસેડવાનું લગભગ નક્કી કરવામાં આવ્યું છે. પણ તેમના સ્થાને કયા પટેલ નેતાર્ને મૂકવા તે મુદ્દે ભાજપ હાઈકમાન્ડ હજુ અવઢવમાં છે તેનું કારણ એંછે, એ નામ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે હજુ સંમતિ સધાઈ શકી નથી. સાથે સાથે ભૂપેન્દ્ર પટેલના સ્થાને મુખ્યમંત્રીપદે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ પણ નક્કી છે.
બીજી તરફ, વડાપ્રધાન મોદીની સૂચનાથી ગુજરાત ભાજપના પ્રભારી તરણ યુગ પણ સતત રાજ્યના પ્રવાસે રહીને સંગઠનાત્મક સમીક્ષા કરી રહ્યા છે. સોમવારે બપોરે ૩ વાગ્યે કમલમ ખાતે ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલનનું આયોજન કરાયું છે તેના એક દિવસ પહેલાં જ પ્રભારી યુગ પાટનગર પહોંચ્યા છે. હાલ તેઓ સમગ્ર રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દિવાળી સ્નેહ મિલનમાં તમામ સાંસદો, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓને હાજર રહેવા ખાસ સૂચના અપાઈ છે.
સ્નેહમિલનના બહાને કમલમ ખાતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકઠા થઈ રહ્યા છે, ત્યારે પડદા પાછળ બંધ બારણે કોઈ મોટી રાજકીય વ્યૂહનીતિ ઘડાઈ શકે છે. વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓ પહેલાં પક્ષની છબી વધુ સુદઢ બનાવવા માટે હાઈકમાન્ડ દ્વારા 'નો-રિપીટ' કે મોટા ફેરફદલનો તખ્તો તૈયાર કરાયો હોય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. એટલું ચોક્કસ છે કે, કમલમના આ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવ આવશે. ભાજપનું મુખ્ય લક્ષ્યાંક પટેલ અને આદિવાસી મતદારોને સાચવવાનો રહ્યો છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
