News of Wednesday, 15th July 2026
પાકિસ્તાનમાં ક્રિપ્ટો માર્કેટમાં મોટો ભૂકંપ: પ્રખ્યાત મૌલવીના એક ફતવાએ ડિજિટલ કરન્સીને 'હરામ' જાહેર કરતા જ રોકાણકારોમાં મચી નાસભાગ!
શાહબાઝ શરીફ સરકાર દેશને ક્રિપ્ટો-ફ્રેન્ડલી બનાવવાની તૈયારીમાં હતી ત્યાં જ ઇસ્લામિક વિદ્વાન મુફ્તી તકી ઉસ્માનીના ચુકાદાથી બિટકોઇન અને ઇથેરિયમ વેચવા માટે પડાપડી.

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અચાનક એક અભૂતપૂર્વ ગભરાટ અને હલચલ જોવા મળી રહી છે. એક તરફ જ્યાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકાર પાકિસ્તાનને ડિજિટલ કરન્સીના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા માટે દિવસ-રાત એક કરી રહી છે, ત્યાં જ ધાર્મિક મોરચેથી આવેલા એક મોટા આંચકાએ આ આખી યોજના પર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી અને આદરણીય ઇસ્લામિક વિદ્વાનોમાંના એક મુફ્તી મુહમ્મદ તકી ઉસ્માનીએ ક્રિપ્ટોકરન્સીના વેપાર સામે એક સત્તાવાર 'ફતવો' જારી કરીને તેને ઇસ્લામિક કાયદા (શરિયા) મુજબ સંપૂર્ણપણે 'હરામ' એટલે કે પ્રતિબંધિત જાહેર કરી દીધો છે. આ ધાર્મિક જાહેરાત બહાર આવતાની સાથે જ મુસ્લિમ રોકાણકારોમાં નાસભાગ મચી ગઈ છે અને લોકો મોટા પાયે પોતાની ડિજિટલ સંપત્તિ વેચીને બજારમાંથી બહાર નીકળી રહ્યા છે.
આ સનસનાટીભર્યો ફતવો પાકિસ્તાનની સૌથી પ્રતિષ્ઠિત સુન્ની ઇસ્લામિક સંસ્થાઓમાંની એક 'દારુલ ઉલૂમ કરાચી' દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મૌલવીઓનું માનવું છે કે બિટકોઇન, ઇથેરિયમ અને યુએસડીટી (USDT) જેવા સ્ટેબલકોઇન્સ ઇસ્લામિક ફાઇનાન્સ હેઠળ સંપત્તિ કે મિલકતની વ્યાખ્યામાં ફિટ બેસતા નથી. ઇસ્લામિક કાયદો એવા વ્યવહારો પર કડક પ્રતિબંધ મૂકે છે જેમાં અતિશય અનિશ્ચિતતા, સટ્ટાબાજીપાકિસ્તાનમાં ક્રિપ્ટો માર્કેટમાં મોટો ભૂકંપ: પ્રભાવશાળી મૌલવીએ બિટકોઇનને 'હરામ' જાહેર કરતા જ ડિજિટલ કરન્સી વેચવાની ભારે ગભરાટભરી દોડધામ!
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
