તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ઉત્તર પ્રદેશમાં મોટું ઓપરેશન : પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈ અનવર હુસૈનની ૭૦૦ કિલો પ્રતિબંધિત બીફ સાથે ધરપકડ
પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના સંયુક્ત દરોડામાં ગેરકાયદેસર કસાઈખાનાના મોટા નેટવર્કનો પર્દાફાશ: ભીંત ફાડીને છુપાવેલો જથ્થો જપ્ત કરાયો, ઉત્તર પ્રદેશ ગૌવધ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ

લખનૌ:ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ગૌવધ અને પ્રતિબંધિત માસના કારોબાર વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત પોલીસને એક ખૂબ જ મોટી સફળતા મળી છે. પોલીસે એક ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને પૂર્વ કેન્દ્રીય મંત્રીના સગા ભાઈ અનવર હુસૈનની સગાથે ધરપકડ કરી છે. પોલીસની ટીમે બાતમીવાળા સ્થળેથી અંદાજે ૭૦૦ કિલો જેટલો પ્રતિબંધિત બીફનો જથ્થો બરાબર વહેંચણી માટે તૈયાર રાખેલી હાલતમાં જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસ અને સ્પેસિયલ ફોર્સના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી અનવર હુસૈન પોતાના વગદાર રાજકીય સંબંધોનો દુરુપયોગ કરીને લાંબા સમયથી આ ગેરકાયદેસર કારોબાર ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી માસ કાપવાના અદ્યતન હથિયારો, વજન કાંટા અને પેકિંગ મટીરિયલ પણ મળી આવ્યું છે.
પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ કેસમાં પકડાયેલા આરોપી અનવર હુસૈન અને તેમના અન્ય સાથીદારો વિરુદ્ધ ઉત્તર પ્રદેશ ગૌવધ નિવારણ અધિનિયમ (Prevention of Cow Slaughter Act) અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ ધારાની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. હરામખોરીનું આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને કયા કયા વિસ્તારોમાં આ માસ સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે આરોપીઓની કસ્ટડી મેળવી સઘન પૂછપરછ શરૂ કરાઈ છે.
રાજકીય કનેક્શન ધરાવતા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિની ધરપકડ થતાં જ સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષો અને શાસક પક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો પ્રભાવશાળી હોય, કાયદાકીય કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવામાં આવશે નહીં.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
