News of Saturday, 25th July 2026
કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટો ફેરબદલ: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને સોંપાયો શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર!
વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિ ભવને જાહેર કર્યું સત્તાવાર નોટિફિકેશન: દેશના નવા શિક્ષણ પ્રધાન તરીકે કમાન સંભાળશે પ્રહલાદ જોશી

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અચાનક આપેલા રાજીનામાને મંજૂરી મળતાં જ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટો પ્રશાસનિક ફેરબદલ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણના આધારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભારો સોંપવામાં આવ્યો છે. દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે હવે તેઓ દેશના શિક્ષણ મંત્રી તરીકેની નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, પ્રહલાદ જોશી પોતાના હાલના મંત્રાલયોની જવાબદારી નિભાવવાની સાથે-સાથે શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે અટકેલી નીતિગત કામગીરીઓને ઝડપથી આગળ ધપાવવામાં મદદ મળશે. હાલ પૂરતી આ વ્યવસ્થા અંતર્ગત તેમના મૂળ વિભાગો પણ તેમની પાસે જ રહેશે.
NEET અને NTA અંગે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયમાં નેતૃત્વની ખાલી પડેલી જગ્યાને ઝડપથી ભરવા માટે આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન કાર્યાલય અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચે થયેલા સીધા સંપર્ક બાદ આ ફેરબદલ અંગે તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી.
રાજકીય વિશ્લેષકોના મતે, વડાપ્રધાનના અત્યંત વિશ્વાસુ ગણાતા પ્રહલાદ જોશીને આ મહત્વપૂર્ણ મંત્રાલયની કમાન સોંપીને સરકારે શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી કટોકટી અને વિદ્યાર્થીઓના રોષને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે નવા શિક્ષણ મંત્રી વિદ્યાર્થી સંગઠનો અને પરીક્ષા પદ્ધતિમાં સુધારા અંગે કયા મહત્વના નિર્ણયો લે છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
