તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
માર્કો રૂબિયો અને સર્જીયો ગોરની ટીમ રિલાયન્સની મુલાકાત ૧૪ કલાક ટુંકાવી અચાનક પરત ચાલ્યા ગયાઃ સસ્પેન્સ

રાજકોટઃ જામનગર-ખાવડી-વનતારા ખાતે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતે ગઈકાલે બપોરે ૧-૧ાા વાગ્યે આવી પહોંચેલ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને એલચી સર્જીયો ગોર તથા લગભગ ૨૫ સભ્યોને પ્રતિનિધિ મંડળ રિલાયન્સ-વનતારાની મુલાકાત અચાનક ૧૪ કલાક ટુંકાવી છે. ગઈકાલે સાંજે જ પરત નીકળી જતા આ અંગે ભારે સસ્પેન્સ સર્જાયુ છે.
સામાન્ય પ્રોટોકોલ મુજબ અમેરિકા પ્રતિનીધી મંડળ, નેતાઓના કાર્યક્રમો ચોક્કસ હોય છે, જવેલ્લે જ તેમાં ફેરફારો થતા હોય છે. પરંતુ મુળ કાર્યક્રમ મુજબ અમેરિકાનું ઉચ્ચસ્તરિય આ પ્રતિનિધી મંડળ નાઈટ હોલ્ટ વનતારા અને જામનગરની પ્રાઈવેટ હોટલમાં કરવાનું હતું અને આજે સવારે ૬ વાગ્યે જામનગરથી રવાના થવાનું હતું તેના બદલે ગઈ સાંજે ૫:૩૦ આસપાસ અચાનક પરત ફરી ગયેલ. મુકેશભાઈ પણ પ્રાઈવેટ જેટમાં બપોરે ૪ આસપાસ આવી અમેરિકી મહાનુભાવો સાથે મિટિંગ કરી હતી. અને પ્રતિનિધી મંડળ સાંજે ૫/૫:૩૦ આસપાસ એટલે કે નિર્ધારીત સમયથી ૧૪ કલાક વહેલા પરત ચાલ્યા ગયેલ.
આ અંગે જામનગરના મોટાભાગના પત્રકારો પણ અજાણ હોવાનું ચર્ચા છે સત્તાવાર આ માટે કોઇ કારણ જાણવા મળતુ નથી પણ કંઇક અસુવિધા સર્જાયાની કાનાફૂસી સાંભળવા મળે છે જે અંગે કોઇ જ સત્તાવાર સમર્થન નથી મળતું.
જાણવા મળતી વિગતો મુજબ માર્કો રુબિયોની પત્ની જીનેટ ડૌસડેબેસ રુબિયો પણ તેમની સાથે જામનગર આવ્યાં હતાં. આમ માર્કો રુબિયો અમેરિકાના વિદેશમંત્રી, સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના રાજદૂત અને જીનેટ ડૌસડેબેસ રુબિયો વિદેશમંત્રી માર્કો રુબિયોનાં પત્ની આવ્યા હતા. તેમને સત્કારવા જામનગરમાં રિલાયન્સ તરફથી હાજર રહેલા મહાનુભાવોમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ તથા રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી.એમ.એસ. પ્રસાદનો સમાવેશ થતો હતો. હિતલ મેસવાણીની હાજરીનો પણ અહેવાલ છે. અમેરિકી પ્રતિનિધિમંડળમાં અન્ય અધિકારીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ કેટલા હતા અને તેમનાં નામ શું હતાં તે જાણવા મળતું નથી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
