News of Tuesday, 8th September 2026
માત્ર ૬ દિવસમાં તૂટયા લગ્ન.... રૂ.૪૦,૦૦૦ની ખાધા-ખોરાકી લેવા કોર્ટમાં પહોંચી પત્ની
પત્ની આરોપો સાબિત કરવામાં સફળ ન થઈ શકીઃ કોર્ટે તેને ભરણ-પોષણ આપવાનો આધાર માન્યો નહીં

શિમલા,તા.૦૮ફ એક મહિલાના લગ્ન થયા અને ૬ દિવસ બાદ લગ્ન તૂટી ગયા તો શું મહિલાને ભરણ-પોષણ (ખાધા ખોરાકી) મળશે? આવો બનાવ હિમાચલ પ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિ સામે ઘરેલું હિસા અને મારામારીનો આરોપ લગાવ્યો અને તેનાથી અલગ થઈ ગઈ. આ પછી તેણે ભરણ-પોષણ માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
હિમાચલ પ્રદેશની એક મહિલા લગ્નના ૬ દિવસ બાદ પતિથી અલગ થઈ ગઈ. મહિલાએ પોતાના પતિ પર ઘરેલુ હિસાનો આરોપ લગાવ્યો અને ૪૦,૦૦૦ રૂપિયાની ખાધા ખોરાકી લેવા માટે કોર્ટમાં પહોંચી. જોકે, સુનાવણી દરમિયાન તે પોતાના આરોપો સાબિત કરવામાં સફળ ન થઈ શકી, તેથી કોર્ટે તેને ભરણ-પોષણ (ખાધા ખોરાકી) આપવાનો આધાર માન્યો નહીં.
આ કેસની સુનાવણી જાસ્ટિસ રાકેશ કૈન્થલાએ કરી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું કે, દંપતીના લગ્ન છ દિવસ માંડ ચાલ્યા હતા. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા. કોર્ટના જણાવ્યા મુજબ, બંને વચ્ચે ગેરસમજ બાદ સમાધાન થયું હતું અને અલગ થવા પર સહમતિ બની હતી.
પત્ની કોલેજમાં ફેકલ્ટી તરીકે કામ કરે છે. તેણીનું કહેવું હતું કે પતિ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને મહિને લગભગ ૧ લાખ રૂપિયા કમાય છે. આ જ આધારે તેણે ૪૦,૦૦૦ રૂપિયાના ભરણ-પોષણની માંગ કરી હતી. જોકે, કોર્ટે બંનેની નોકરી અને પગારને ધ્યાનમાં રાખ્યો. કોર્ટે માન્યું કે, બંને પતિ-પત્ની નોકરી કરે છે અને તેમની નાણાકીય સ્થિતિમાં એવો સ્પષ્ટ તફાવત નથી, જેના કારણે મહિલાને પોતાના ખર્ચ માટે પતિ પર નિર્ભર માનવામાં આવે
મહિલાએ ટ્રાયલ કોર્ટ અને પછી નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યા હતા. બંને કોર્ટોએ પહેલેથી જ તેણીની અંતરિમ મેન્ટેનન્સ (ભરણ-પોષણ)ની માંગ સ્વીકારી ન હતી. હાઈકોર્ટે પણ તથ્યોના આધારે ટ્રાયલ કોર્ટ અને નીચલી કોર્ટના નિર્ણયોમાં દખલ કરવાનો ઇનકાર કર્યો.
કોર્ટે કહ્યું કે, ઘરેલુ હિંસા સાબિત ન થવા પર મહિલાને ભરણ-પોષણ કે અન્ય રાહત આપવાનો આધાર નથી બનતો. બંનેની સમાન આર્થિક સ્થિતિ પણ પત્નીના પક્ષમાં જતી નથી. જે બાદ હાઈકોર્ટે મહિલાની રિવિઝન અરજી ફગાવી દીધી.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
