News of Tuesday, 21st July 2026
લગ્નનું પ્રેશર બનાવતી નર્સને ડ્રીપમાં ઝેર આપી દીધું: હત્યા બાદ આરોપીઓએ મિજબાની માણી
મેરઠનો વધુ એક હચમચાવી નાખતો કિસ્સો

મેરઠ તા.૨૧: યૂપીના મેરઠમાં હાલમાં હત્યાની સનસનીખેજ ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મથી કમ નથી. મુસ્કાન-સાહિલના વાદળી ડ્રમ કાંડ અને પતિને સાપથી ડંખ મરાવી પતાવી દેનારી દામિનીનો મામલો હજુ શાંત નથી પડ્યો તો લોહિયાનગરમાંથી ડ્રિપ કાંડ આવી ગયો છે.
નેહાના પતિ રવિનું એક વર્ષ પહેલા મોત થઈ ગયું હતું. જે બાદ તે હોસ્પિટલમાં કામ કરવા લાગી. અહીં તેની મુલાકાત પહેલાથી પરિણીત અને ૫ વર્ષના દીકરાના પિતા સુરેશ સાથે થઈ. બંને વચ્ચે પ્રેમ પ્રસંગ શરુ થઈ ગયો. છેલ્લા ૧૫ દિવસથી નેહા, સુરેશ પર લગ્નનું પ્રેશર બનાવી રહી હતી. સુરેશ તેનાથી પીછો છોડાવવા માગતો હતો, એટલા માટે તેણે યૂટ્યૂબ પર મર્ડરની રીત સર્ચ કરી અને આ ખતરનાક કાવતરાની સ્ક્રિપ્ટ રચી નાખી. આ કામમાં તેણે પોતાના દોસ્ત ફરહાનને પૈસાની લાલચ આપીને સામેલ કરી લીધો.
શનિવારે સવારે જ્યારે નેહા હોસ્પિટલમાં આવી તો તેણે બીમાર થવા અને શરીરમાં ભારે નબળાઈ હોવાની વાત કહી. સુરેશે હમદર્દીનું નાટક કરતા તેને ડ્રિપ (ગ્લૂકોઝ) ચઢાવવાની વાત કહી. આ દરમ્યાન તેણે ડ્રિપમાં ઝેર ભેળવી દીધું અને બેભાન અવસ્થામાં નેહાને સલ્ફોસ પણ ખવડાવી દીધું. તેનાથી નેહાનું મોત થઈ ગયું.
પોલીસનું ધ્યાન ભટકાવવા અને હત્યાને આત્મહત્યાનું રુપ આપવા માટે સુરેશે એક નકલી સુસાઈડ નોટ લખી નેહાના કપડામાં રાખી દીધું. સીસીટીવી ફુટેજમાં બંને આરોપી નેહા સાથે જતા દેખાયા હતા. આ બંને કાતિલે નેહાની હત્યા કર્યા બાદ સુરેશ અને ફરહાને આરામથી બેસીને એક સાથે ભોજન લીધું હતું. હાલમાં પોલીસે આ મામલાનો પર્દાફાશ કરતા બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
