તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 23rd November 2026
મારૂતિ સુઝુકીએ ફરી કર્યો ભાવ વધારો
મિડલ ક્લાસની બજેટ ફ્રેન્ડલી કાર હવે મોંઘી!

નવી દિલ્હી,તા.૨૩: જો તમે મારુતિ સુઝુકીની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે, તો હવે તમારે વધુ નાણાં ખર્ચવા પડશે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ૨૨ નવેમ્બર, ૨૦૨૬થી પસંદગીના કાર મોડલની કિમતોમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે સદંતર વધતાં ઉત્પાદન ખર્ચને કારણે કિમતમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મારુતિએ આ ભાવ વધારાની અસર ગ્રાહકો પર ન પડે તે માટે ઓછામાં ઓછો રાખવાનો પ્રયાસ કર્યો છે.
કંપનીએ શેરબજારને આપેલી જાણકારી મુજબ, પસંદગીના મોડલની કિમતોમાં સરેરાશ ૦.૩૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, કયા મોડલની કિમતમાં કેટલો વધારો થયો છે તેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. કંપનીનો દાવો છે કે વધતાં ખર્ચની અસર ગ્રાહકો પર ઓછી પડે તેવા પણ પ્રયાસો કરવામાં આવવામાં આવ્યા છે.
મારુતિ સુઝુકીએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ૬ મહિનામાં અગાઉ ત્રણ વખત ભાવવધારો કર્યો હતો. હવે નવેમ્બરમાં ચોથી વખત કિમતો વધારવામાં આવી છે. અગાઉના ત્રણ વધારાને ગણતાં કારની કિમતોમાં કુલ વધારો એક ટકાથી વધુ થઈ ગયો છે.
કંપનીના વેચાણમાં વૃદ્ધિ અને રેકોર્ડ ત્રિમાસિક વેચાણ છતાં નાણાંકીય વર્ષ ૨૦૨૭ના બીજા ક્વાર્ટરમાં ટેનોઈ કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૨૬.૩૬ ટકા ઘટીને રૂ. ૨,૪૬૬.૧ કરોડ રહ્યો હતો. પヘમિ એશિયાના સંઘર્ષ સહિતનાં કારણોસર કાચા માલ અને ઇનપુટ કોસ્ટમાં વધારો થતાં કંપનીના નફા પર દબાણ આવ્યું હતું. આ સમયગાળામાં ઓપરેટિગ ચ્ગ્ત્વ્ઝખ્ માર્જિન પણ ગયા વર્ષના ૧૨.૭ ટકાની સરખામણીએ ઘટીને ૯.૪ ટકા થયું હતું.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
