News of Monday, 1st June 2026
ચેરાપુંજી નહીં મેઘાલયના માવસિનરામમાં પડે છે દુનિયાનો સૌથી વધુ વરસાદ
અહીં દર વર્ષે સરેરાશ લગભગ ૧૧૮૭૧ મિલીમીટર - ૪૭૫ ઇંચવરસાદ નોંધાય છે, જે દુનિયાના કોઈ પણ ભાગ કરતાં ઘણો વધારે છે

નવી દિલ્હી તા.૧: વરસાદનું નામ આવતાની સાથે જ મોટાભાગના લોકોના ચહેરા પર ખુશી આવી જાય છે. કારણ કે વરસાદ એ બળબળતી ગરમીમાંથી રાહત આપે છે. જો આ જ વરસાદ રોજ થાય, દર મહિને થાય અને વર્ષના મોટાભાગના સમયમાં સતત થતો રહે, તો જિદગી કેવી હશે? શું એ પણ એટલી જ સુંદર લાગશે? હકીકતમાં, ભારતમાં એક એવી જ જગ્યા છે, જ્યાં વરસાદ સામાન્ય મોસમ નહીં, પરંતુ જીવનનો એક ભાગ જ બની ગયો છે. અહીંના લોકો દરરોજ વરસાદની સાથે જીવે છે, કામ કરે છે અને પોતાની જિપ્નદ્ભદગી આગળ વધારે છે. આ જગ્યાનું નામ સાંભળીને કદાચ તમારા મનમાં ચેરાપુંજી આવે, પરંતુ અસલી રેકોર્ડ હવે એક બીજી જગ્યાના નામે છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે.
પહેલાં દુનિયામાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ ચેરાપુંજીના નામે હતો, પરંતુ હવે આ રેકોર્ડ મેઘાલયના એક ગામ માવસિનરામ પાસે છે. માવસિનરામ અને ચેરાપુંજી બંને મેઘાલયમાં જ આવેલા છે અને એકબીજાથી લગભગ ૧૦ માઈલના અંતરે છે. માવસિનરામે ચેરાપુંજીને ખૂબ જ નાના અંતરથી પાછળ છોડી દીધું છે, પરંતુ આ જ નાનો તફાવત તેને દુનિયાનું સૌથી વધુ વરસાદ વાળું સ્થળ બનાવી દે છે. અહીં દર વર્ષે સરેરાશ લગભગ ૧૧૮૭૧ મિલીમીટર વરસાદ નોંધાય છે, જે દુનિયાના કોઈ પણ ભાગ કરતાં ઘણો વધારે છે.
આખું વર્ષ નહીં, પરંતુ દરરોજ થાય છે વરસાદ- માવસિનરામમાં વરસાદ સતત આખું વર્ષ નથી થતો, પરંતુ લગભગ દરરોજ હળવો કે ભારે વરસાદ ચોક્કસ થાય છે. અહીંની સૌથી ખાસ વાત એ છે કે વર્ષનો લગભગ ૯૦% વરસાદ માત્ર ૬ મહિનાની અંદર જ થઈ જાય છે. ખાસ કરીને જુલાઈ મહિનો અહીં સૌથી વધુ વરસાદ લઈને આવે છે. એ સમયે એવું લાગે છે જાણે આકાશ ખુલીને વરસી રહ્યું હોય.
કેમ થાય છે અહીં આટલો બધો વરસાદ?- માવસિનરામની ભૌગોલિક સ્થિતિ જ આનું સૌથી મોટું કારણ છે. આ ગામ મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ ૬૦ કિલોમીટર દૂર પૂર્વી ખાસી પહાડીઓમાં આવેલું છે. બંગાળની ખાડીમાંથી આવતા ગરમ અને ભેજવાળા પવનો જ્યારે આ પહાડીઓ સાથે ટકરાય છે, ત્યારે ઉપર ઉઠીને ઠંડા થઈ જાય છે. આ જ પ્રક્રિયામાં વાદળો બને છે અને ભારે વરસાદ થાય છે.
લગભગ ૧૪૯૧ મીટરની ઊંચાઈ અને સતત ભેજ આ વિસ્તારને દુનિયાનું સૌથી ‘‘વેટેસ્ટ પ્લેસ'' (સૌથી ભીનું સ્થળ) બનાવી દે છે. અહીંના લોકોની જિદગી વરસાદના હિસાબે ચાલે છે. અહીં છત્રી કોઈ ફેશન નહીં, પરંતુ જરૂરિયાત છે. સ્થાનિક લોકો વાંસમાંથી બનેલી ખાસ છત્રીઓનો ઉપયોગ કરે છે, જેને ‘‘કનૂપ'' કહેવામાં આવે છે. આ છત્રીઓ આખા શરીરને ઢાંકી દે છે જેથી સતત વરસાદમાં પણ કામ કરી શકાય. અહીં ખેતી કરવી સરળ નથી, પરંતુ તેમ છતાં લોકો ચા અને સંતરા જેવા પાક ઉગાડે છે, કારણ કે અહીંની માટી ખૂબ જ ફળદ્રુપ છે.
માવસિનરામનો અર્થ અને ખાસિયત- ‘‘માવસિનરામ'' નામ બે શબ્દો મળીને બન્યું છે- ‘મો'(પથ્થર) અને ‘સિનરામ'(ધાર), એટલે કે ‘‘પથ્થરોની ધાર''. આ જગ્યા માત્ર સૌથી વધુ વરસાદ માટે મશહૂર નથી, પરંતુ દુનિયાના સૌથી વધુ ભેજવાળા સ્થળોમાં પણ ગણાય છે. ભલે અહીં વરસાદ જિદગીને મુશ્કેલ બનાવતો હોય, પરંતુ માવસિનરામની હરિયાળી અને પ્રાકૃતિક સુંદરતા તેને ખૂબ જ ખાસ બનાવી દે છે. આ જ કારણ છે કે દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે જેથી પ્રકૃતિને તેના અસલી સ્વરૂપમાં જોઈ શકે. આ જગ્યા માત્ર એક ગામ નથી, પરંતુ એક એવો અનુભવ છે જ્યાં વરસાદ, પહાડ અને જિદગી એકસાથે ચાલે છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
