<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

કર્ણાટકના વિજયપુરા શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું: ભારે વાવાઝોડા અને તોફાની પવન સાથે તૂટી પડ્યો આકાશી આફતનો કાળમુખો વરસાદ, મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર સભ્યોના કમકમાટીભર્યા મોત

કર્ણાટકના વિજયપુરા શહેરમાં આજે કુદરત રૂઠી હોય તેમ ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાયો હતો. આ કુદરતી આફતમાં એક મકાનની છત અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. આ ગમખ્વાર દૂર્ઘટનામાં ઘરમાં હાજર એક જ કમનસીબ પરિવારના ચાર માસૂમ સભ્યો કાટમાળ નીચે દબાઈ જતાં તેઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

(2:44 PM IST)