News of Tuesday, 30th June 2026
દક્ષિણ કોંકણમાં મેઘરાજાની ધબધબાટીઃ રત્નાગિરી અને સિધુદુર્ગ જિલ્લામાં ૬ થી ૭ ઇંચ ખાબક્યો
૨૪ કલાકમાં માલગુંડ-ગુહાગર સહિતના વિસ્તારો પાણી-પાણીઃ ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા

નવી દિલ્હીઃ દક્ષિણ કોંકણ પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી સાર્વત્રિક અને મુશળધાર વરસાદની આક્રમક બેટિગ ચાલુ રહી છે. આ સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રત્નાગિરી અને સિધુદુર્ગ જિલ્લાના અનેક તાલુકાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
બંને જિલ્લામાં નોંધાયેલા વરસાદના સત્તાવાર આંકડા (ઇંચમાં) નીચે મુજબ છેઃ રત્નાગિરી જિલ્લોમાં ૩ થી ૭ ઇંચ વરસાદ ખાબકયો છે.
જયારે સિંધુદુર્ગ જીલ્લામાં ૪ થી ૬ ઇંચ વરસાદ સવાર સુધીમાં ખાબકી ચૂકયો છે.
સમગ્ર દક્ષિણ કોંકણ પંથકમાં ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક અતિ તીવ્ર વરસાદી ઝાપટાં પડવાનું સતત ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થતાં વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
