<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

મહારાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ નાસિકમાં આજે મંગળવારે સાંજે ૭ વાગ્યે મેઘરાજાની પધરામણી: જબરજસ્ત વીજળી સાથે સારો એવો વરસાદ તૂટી પડ્યો : જુઓ વિડિયો

અચાનક વાતાવરણમાં પલટો: જોરદાર વરસાદ અને જબ્બર વીજળીના પગલે નાસિકના સંખ્યાબંધ વિસ્તારોમાં લાઈટ ડૂલ થતા અંધારપટ

નાસિક: મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ નાસિકમાં સાંજે ૭ વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણ બદલાયું હતું. જબરજસ્ત વીજળીના કડાકા સાથે સારો એવો વરસાદ તૂટી પડતાં સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો (લાઈટ) ગૂલ થઈ ગયો હતો. સુનિલ રાયચુરાના અહેવાલ મુજબ અચાનક આવેલા આ વરસાદને કારણે ઠેર-ઠેર અંધારપટ છવાયો હતો.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આજે સાંજે ૭ વાગ્યાની આસપાસ નાસિક શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં સારો એવો વરસાદ તૂટી પડ્યો હતો.

આકાશમાં થતી જબરજસ્ત વીજળીને કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને ભયાનક વીજળીના આ માહોલ વચ્ચે નાસિકના સંખ્યાબંધ વિસ્તારોમાં લાઈટ ગૂલ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અચાનક સાંજના સમયે જ ખાબકેલા આ વરસાદ અને વીજળી ડૂલ થઈ જવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

(8:19 PM IST)