<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પિતાની સ્મૃતિમાં નીતા અંબાણીએ રઘુપતિ રાઘવ રાજા રામ પર રજૂ કર્યું મંત્રમુગ્‍ધ કરનારું ભરતનાટયમ!

NMACCના ભવ્‍ય શો ધ ગ્રેટ ઇન્‍ડિયન મ્‍યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નેશનમાં ગુલાબી પરંપરાગત લહેંગા અને મંદિર-ડિઝાઇનના ઘરેણાંમાં સજ્જ થઈ પ્રિય ભજન પર નળત્‍ય કરીને દર્શકોના દિલ જીતી લીધા

મુંબઈ, તા.૨૬: ભારતીય કલા, સંસ્‍કળતિ અને શાષાીય નળત્‍ય પ્રત્‍યે અતૂટ પ્રેમ ધરાવતા રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ તાજેતરમાં મુંબઈ સ્‍થિત નીતા મુકેશ અંબાણી કલ્‍ચરલ સેન્‍ટર ખાતે સ્‍ટેજ પર શાનદાર વાપસી કરીને સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. તેમણે પોતાના સ્‍વર્ગસ્‍થ પિતાની યાદમાં અને તેમના પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજા રામ પર એક અત્‍યંત ભાવુક અને સુંદર નળત્‍ય રજૂ કર્યું હતું. ૯ વર્ષની નાની વયે ભરતનાટયમનું પ્રથમ પ્રદર્શન કરનાર નીતા અંબાણીને તેમના પિતાએ જ શાષાીય નળત્‍ય શીખવા માટે પ્રેરણા આપી હતી, જેના કારણે આ પર્ફોર્મન્‍સ તેમના માટે અત્‍યંત ખાસ અને લાગણીસભર બની રહ્યું હતું.

આ વિશેષ પ્રસ્‍તુતિ દરમિયાન નીતા અંબાણીનો શાહી અને પરંપરાગત લુક પણ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો. તેમણે ભરતનાટયમ શૈલીનો ટેન્‍જેરીન-નારંગી રંગનો પ્‍લીટેડ સ્‍કર્ટ અને ગરમ ગુલાબી રંગનો બ્‍લાઉઝ પહેર્યો હતો, જેના પર સોનેરી ઝરી બ્રોકેડની સુંદર બોર્ડર હતી. પરંપરાગત ગુજરાતી શૈલીમાં ઓઢેલા મરૂન-ગુલાબી દુપટ્ટા, ટેમ્‍પલ જ્‍વેલરી અને વાળમાં લાલ ફૂલોના ગજરા સાથે તેમનું સૌંદર્ય ખીલી ઊઠ્‍યું હતું. સહ-નર્તકોની વચ્‍ચે તેમણે દરેક નળત્‍ય મુદ્રા અને પગલાને અત્‍યંત ચોકસાઈ અને સમર્પણ સાથે રજૂ કરીને ઉપસ્‍થિત દર્શકોની ભરપૂર દાદ મેળવી હતી.

આ યાદગાર નળત્‍ય પ્રદર્શન NMACCના મેગા થિયેટર પ્રોડક્‍શન ધ ગ્રેટ ઇન્‍ડિયન મ્‍યુઝિકલ સિવિલાઇઝેશન ટુ નેશનૅ નો એક હિસ્‍સો હતું, જે ભારતની પ્રાચીન સભ્‍યતાથી લઈને આધુનિક રાષ્‍ટ્ર બનવા સુધીની ભવ્‍ય સફરને રજૂ કરે છે. ફિરોઝ અબ્‍બાસ ખાન દ્વારા દિગ્‍દર્શિત આ ભવ્‍ય શોમાં અમિતાભ બચ્‍ચનનો અવાજ, અજય-અતુલનું સંગીત, મનીષ મલ્‍હોત્રાના કોસ્‍ચ્‍યુમ તેમજ વૈભવી મર્ચન્‍ટ અને મયુરી ઉપાધ્‍યાય જેવા દિગ્‍ગજોની કોરિયોગ્રાફીનો અદભુત સંગમ જોવા મળ્‍યો હતો, જેમાં નીતા અંબાણીની આ કલાત્‍મક શ્રદ્ધાંજલિએ ચાર ચાંદ લગાવી દીધા હતા.

(4:36 PM IST)