News of Thursday, 8th October 2026
માત્ર ગેરકાયદેસર સંબંધના આરોપથી વિધવાનો કાયદેસરનો દરજ્જો રદ થઈ શકે નહીં: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
દાયકાઓ જૂના કેસમાં ન્યાયાધીશ અનિલ કુમારની મોટી રાહતઃ બલિયાની મહિલાની અપીલ મંજૂર કરી વાદીનો દાવો ફગાવ્યો

પ્રયાગરાજ, તા.૮: અલ્હાબાદ હાઈકોર્ટે કાયદાકીય ક્ષેત્રે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ગેરકાયદેસર સંબંધના આરોપ કે આક્ષેપના આધારે કાયદેસર રીતે વિધવા બનેલી મહિલાનો દરજ્જો રદ કરી શકાતો નથી. આ મહત્ત્વપૂર્ણ ન્યાયિક અવલોકન સાથે, ન્યાયાધીશ અનિલ કુમારે ઉત્તર પ્રદેશના બલિયાની એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ અપીલને સ્વીકારી લીધી હતી અને નીચલી કોર્ટમાં ચાલી રહેલા વાદીના દાવાને રદ કરી દીધો હતો.
આ કાનૂની વિવાદની શરૂઆત ૧૯૮૮માં થઈ હતી, જ્યારે પ્રતિવાદી પક્ષે એક સિવિલ દાવો દાખલ કરીને એવી માંગ કરી હતી કે અપીલકર્તા મહિલા મળતક પુરુષની કાયદેસરની વિધવા નથી અને તેના પુત્રો પણ કાયદેસરના વારસદાર નથી. વાદીએ દલીલ કરી હતી કે મળતક પુરુષ નિઃસંતાન હતો અને ૧૯૩૮માં તેનું અવસાન થયું હતું. વાદીના જણાવ્યા મુજબ, મળતકના મળત્યુ પછી અપીલકર્તા સાથેના સંબંધથી બે પુત્રોનો જન્મ થયો હતો અને બ્રાહ્મણ વિધવા તરીકે તે પુનઃલગ્ન માટે હકદાર નથી. બલિયાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ-II ની કોર્ટે ૧૯૬૩ના એક જૂના ચુકાદાને આધાર બનાવીને અપીલકર્તાના સંબંધને ગેરકાયદેસર ઠેરવ્યો હતો, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે વાદીએ પોતે સ્વીકાર્યું હતું કે અપીલકર્તાના લગ્ન મળતક સાથે થયા હતા, જેનું ૧૯૩૮માં મળત્યુ થયું હતું. કાનૂની પરિણામ સ્વરૂપે વિધવાત્વનો દરજ્જો આપમેળે પ્રાપ્ત થાય છે અને ત્યારબાદના કોઈ કથિત સંબંધથી આ દરજ્જો સમાપ્ત થઈ જતો નથી. વધુમાં, પુરાવા અધિનિયમની કલમ ૧૧૨ ટાંકીને કોર્ટે સ્પષ્ટ કર્યું કે માન્ય લગ્ન દરમિયાન જન્મેલા બાળકની કાયદેસરતાની ધારણાને માત્ર માતાના અન્ય પુરુષ સાથેના સંબંધના આધારે રદ કરી શકાતી નથી, કારણ કે તેના માટે પિતળત્વના પ્રવેશનો અભાવ સાબિત કરવો અનિવાર્ય છે. ૧૯૬૦ના દાયકામાં સંબંધોના જ્ઞાન અંગે કોઈ નક્કર કે સ્વતંત્ર પુરાવા રજૂ ન થતાં કોર્ટે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
