News of Wednesday, 22nd July 2026
માનસ ‘બડાઇ'ને મહત્વ નથી આપતો, ‘ભલાઇ'ને મહત્વ આપે છે : પૂ.મોરારીબાપુ
દક્ષિણ આફ્રિકાના કેરીયો શહેરના પ્રાકૃતિક ઉપવનોથી સભર ભુમી ઉપર વહી રહી છે ‘માનસ રથયાત્રા' શ્રી રામકથા

રાજકોટ, તા., રરઃ આફ્રિકા-કેન્યાના કેરીયો શહેરના પ્રાકૃતિક ઉપવનોથી સભર એવી ભુમી પર પ્રવાહીત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા' ગઇકાલે ચોથા પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ.મોરારીબાપુએ કહયું કે રથયાત્રાને કેન્દ્રમાં રાખીને આપણા સંવાદ કરીરહયા છીએ. ત્યારે અહિ આંતરયાત્રા-ભીતરી આંતરિક યાત્રાને ધ્યાનમાં રાખવાની છે અને આ આંતરીક રથયાત્રા આપણે પોતે જ ઉંચકવાની છે. એમાં ઘોડા નથી હોતા! આપણે જ સારથી અને આપણે જ રથી. સનાતન ધર્મના ચાર સ્થંભો છે. (૧) સનાતન ધર્મ તર્કની છુટ આપે છે. અન્ય ધર્મોમાં તર્કની મનાઇ છે. (ર) સનાતન ધર્મમાં સૌને એમના વિચારોનો અધિકાર છે. વિચારોની પ્રસ્તુતી માટે સૌ કોઇ સ્વતંત્ર છે. આ સનાતન ધર્મની મહાનતા છે. (૩) વિશેષ્ણમુકત શાષા સંમત ધર્મ એ પણ સનાતન ધર્મનો સ્થંભ છે. (૪) સનાતન ધર્મ વિજ્ઞાનને લઇને ચાલે છે. અહી વિજ્ઞાનનો સ્વીકાર છે.
આપણે મોટે ભાગે આલોચક લોચનથી કોઇ પણ વસ્તુ કે ઘટનાને જોતા કોઇએ છીએ પણ અપલક લોચનની દ્રષ્ટિ, રાખવી જોઇએ. આલોચક લોનચન પ્રમાણ હંમેશા પ્રમાણ માંગે છે જયારે અપલક લોચન પ્રમાણ નહી પ્રણામ કરે છે. રામકૃષ્ણ ઠાકુરને લોકોએ ખુબ પજવ્યા છે. કહે કે એને વાઇ આવે છે એટલે પડી જાય છે. રોગ છે. ધ્યાન વગેરે બકવાસ છે. કેટકેટલું સ્વામી રામકૃષ્ણ વિશે, બૌધ્ધિકો કહેવાતા બૌધીકોએ એમને હરોન કર્યા છે પણ આલોચક લોચનથી જોનારાની ઉપેક્ષા કરી ઠાકુરનો અપલક લોચનથી મા...મા... મા...નો પોકાર કરતા. પૂ. મોરારીબાપુએ કહયું કે માનસ ‘બડાઇ'ને મહત્વ નથી આપતો. માનસ તો ‘ભલાઇ'ને મહત્વ આપે છે.
આપણી આંતરિક રથયાત્રા-ભીતરી યાત્રા માટેઆ ત્રણ વસ્તુ જરૂરી છે. (૧) શરિર શુધ્ધ-સ્વચ્છ વસ્ત્રો-પોષાક આપણી વૃતિઓ પ્રગટ કરે છે (૨) મનશુધ્ધિ-ચંચલ- નિર્મલ મન આંતરિક યાત્રા માટે ખુબ જરૂરી છે. (૩) ભાવશુધ્ધિ સ્વામી રામતીર્થ-બાદશાહ રામતીર્થ રોજ પોતાની ડાયરી લખતા, ઘણા લોકો ડાયરી લખે છે (લખવા જેવું ન હોય તોય લખે છે!)
તો સ્વામી રામતીર્થને સરદાર પુરણસિંહ પ્રશ્ન પૂર્વે છે કે સ્વામી, તમે દુનિયામાં યાત્રા કરો છો, જાપાન ગયા, અમેરિકા ગયા તો આ તો બહિરયાત્રા છે. જેટલુ યાદ આવે એ હું આપને કહું... બાદશાહ રામતીર્થ કહે છે કેઃ અંતરયાત્રા એકાંતમાં થાય બહીર યાત્રામાં ભીડ હોય છે. બહિરયાત્રા પરીગ્રહી હોય, અંતરયાત્રામાં અપરિગ્રહી હોય છે. બહિર યાત્રામાં પૂજન-અર્ચન હોય જયારે અંતરયાત્રામાં ભજન-નિરંતર ભજન હોય, બહિરયાત્રામાં મુખરતા હોય છે. આંતરિક યાત્રામાં મોૈન હોય છે. દરેક મુખરતાએ બહિરયાત્રા છે પણ મોૈન એ અંતરયાત્રા છે. બહિરયાત્રા સાધન સંપન્ન હોય, આંતરિક યાત્રા સાધના સંપન્ન હોય છે. પદયાત્રા એ બહિરયાત્રા છે પણ સહયાત્રા-સત્યયાત્રા આંતરિક યાત્રા છે.
- મનોજ જોશી ‘‘મજો''
રાજકોટ મો.૮૧૪૦૨ ૧૩૧૩૦,મો.૯૪૨૬૨ ૪૨૧૧૫)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
