તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
EPFOમાં મિનિમમ બેલેન્સની જરૂરિયાત ૨૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવીઃ ખાતેદારો વધારે રકમ ઉપાડી શકશે

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન (EPFO) બોર્ડે PF ધારકોને એક મોટી રાહત આપતાં PF ખાતામાં ૨૫ ટકાના બદલે હવે ૧૦ ટકા મિનિમમ બેલેન્સ રાખવાની મંજૂરી આપી છે. આના પગલે PF ખાતામાં ૧૦ લાખ રૂપિયા હોય તો ખાતેદાર ૯ લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે અને ખાતામાં એક લાખ રૂપિયાનું બેલેન્સ રાખી શકશે. અગાઉ ૨.૫ લાખ રૂપિયા રાખવાની મર્યાદા હતી. કર્મચારીઓ હવે તેમના ખાતામાંથી ૯૦ ટકા રકમ ઉપાડી શકશે. બાકીના ૧૦ ટકા રકમ તેમના PF ખાતામાં જમા રહેશે.
આ ઉપરાંત રિટાયરમેન્ટ બાદ ખાતેદાર હપ્તાઓમાં ધીમે-ધીમે પોતાના PF ખાતામાંથી રકમ કાઢી શકશે. આના કારણે ખાતેદાર માટે જરૂર પડ્યે વધુ ભંડોળ ઉપલબ્ધ રહેશે અને તે PF ખાતામાં રહેલા નાણાં પર વધારે વ્યાજ મેળવતો રહેશે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
