News of Saturday, 7th November 2026
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત છતાં ચમત્કારિક બચાવ : બાઇક અથડાતાં યુવક આઠ ફૂટ હવામાં ફંગોળાયો, છતાં જાતે ઊભો થઈ ગયો
સીકરના રીંગસ–ખાટુશ્યામજી માર્ગ પરનો અકસ્માત સીસીટીવીમાં કેદ : સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

જયપુર, તા. ૭ : રાજસ્થાનના સીકર જિલ્લામાં રીંગસ–ખાટુશ્યામજી માર્ગ ઉપર પૂરઝડપે જઈ રહેલા બાઇકસવારનો ભયાનક અકસ્માત થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માર્ગની બાજુમાં આવેલા બોર્ડ તથા પાકા માળખા નજીક બાઇક અથડાતાં સવાર અંદાજે આઠ ફૂટ જેટલો હવામાં ફંગોળાયો હતો અને ત્યારબાદ જમીન પર પટકાયો હતો.
સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકસવારનું શરીર હવામાં ઊછળતું જોવા મળે છે. જોકે આશ્ચર્યજનક રીતે અકસ્માત બાદ યુવક જાતે ઊભો થઈ શક્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
