News of Sunday, 19th April 2026
મિસ ઈન્ડિયા વર્લ્ડ 2026: સુંદરતા સાથે બુદ્ધિપ્રતિભાનો સંગમ, સાધ્વી સેલે પોતાના નામે કર્યો તાજ
ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતી સાધ્વી સેલે રચ્યો ઈતિહાસ, ભારતની નવી 'બ્યુટી ક્વીન' બની આ સુંદરી

નવી દિલ્હી:
દેશના સૌથી પ્રતિષ્ઠિત બ્યુટી પેજન્ટ 'મિસ ઈન્ડિયા વર્લ્ડ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધ્વી સેલે પોતાની અનોખી સુંદરતા અને બૌદ્ધિક ક્ષમતાના દમ પર તાજ પોતાના નામે કર્યો છે. માત્ર બાહ્ય સુંદરતા જ નહીં, પરંતુ સાધ્વી સેલની સાક્ષરતા અને વિવિધ વિષયો પરની પકડને કારણે પણ તેઓ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે.
*શું છે સાધ્વી સેલની ખાસિયત?*
સાધ્વી સેલની સૌથી મોટી વિશેષતા તેમની બહુભાષી ક્ષમતા છે. તેઓ 7 અલગ-અલગ ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. આટલી નાની ઉંમરે ભાષાઓનું આટલું ઊંડું જ્ઞાન તેમની શીખવાની ધગશ અને બુદ્ધિ પ્રતિભાને દર્શાવે છે. સ્પર્ધા દરમિયાન પણ તેમણે પોતાની વાત રજૂ કરવાની શૈલી અને વિવિધ ભાષાઓના જ્ઞાનથી જજોને ભારે પ્રભાવિત કર્યા હતા.
*દેશનું ગૌરવ વધારશે*
મિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ જીત્યા બાદ સાધ્વી હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો દ્વારા તેમને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. સાધ્વી સેલની આ જીત માત્ર તેમના માટે જ નહીં, પરંતુ ભારતના યુવા વર્ગ માટે પણ પ્રેરણારૂપ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
