News of Friday, 4th September 2026
દેશભરમાં ચોમાસું ફરી સક્રિય બન્યું:અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: દિલ્હીમાં યલો એલર્ટ
ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા:ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે

ભારતમાં ચોમાસું હજુ સક્રિય છે અને સપ્ટેમ્બરની શરૂઆત સાથે દેશના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગએ દિલ્હી સહિત ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. 4 સપ્ટેમ્બરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર, 4 અને 5 સપ્ટેમ્બરે હરિયાણા તથા ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડમાં 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 4 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 4 સપ્ટેમ્બર તથા પૂર્વ ઉત્તર પ્રદેશમાં 4 અને 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 4 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં 4 અને 5 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન અહીં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડમાં 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
પંજાબમાં 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પૂર્વ રાજસ્થાનમાં 4 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં પણ વરસાદી માહોલ રહેશે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 4થી 7 સપ્ટેમ્બર અને પૂર્વ મધ્ય પ્રદેશમાં 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન અનેક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. 4 અને 5 સપ્ટેમ્બરે બંને વિસ્તારોમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને પૂર્વ મધ્ય પ્રદેશમાં 4 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
