<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

દિલ્હી-એનસીઆર સહિત દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય: દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ

પશ્ચિમ બંગાળ-ઓડિશા કિનારા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. તેના કારણે દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે

દિલ્હી-એનસીઆર સહિત દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આ અઠવાડિયાની શરૂઆતથીમઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા સહિત 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. હવામાન નિષ્ણાતો કહે છે કે પશ્ચિમ બંગાળ-ઓડિશા કિનારા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. તેના કારણે દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ચોમાસું સક્રિય છે

  દિલ્હી એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પણ ભારે વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કર્યું છે. આવતીકાલે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. સૌથી અગત્યનું 30 જુલાઈએ "વાવાઝોડા અને વીજળી" માટે ચેતવણી જારી કરવામાં આવી છે. બપોર અને રાત્રે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે, સાથે જ ભારે પવનની પણ શક્યતાઓ છે.

હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. IMD અનુસાર આવતીકાલે પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, મથુરા, અલીગઢ અને બાગપતનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 31 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત 2 થી 4 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પૂર્વી ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે, 2 થી 4 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આવતીકાલે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જોકે, કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી છે

 

(7:41 PM IST)