News of Tuesday, 14th July 2026
દેશમાં ચોમાસું ફરી ગતિ પકડશે, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આશા
આગામી 2થી 3 દિવસમાં આ સિસ્ટમ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે:પૂર્વ ભારતથી શરૂ થશે વરસાદ, પછી અન્ય રાજ્યોમાં અસર

નવી દિલ્હી : દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં ફરી બદલાવ જોવા મળી રહ્યો છે અને ચોમાસું એકવાર ફરી સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી એક વાતાવરણીય પ્રણાલી હવે બંગાળની ખાડી સુધી પહોંચી ગઈ છે. આ સિસ્ટમ હવાને ઝડપથી ઉપર તરફ ધકેલી રહી છે, જેના કારણે ગાઢ વાદળો બની રહ્યા છે અને આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 2થી 3 દિવસમાં આ સિસ્ટમ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે.
નવી વાતાવરણીય સિસ્ટમના કારણે સૌથી પહેલા પૂર્વ ભારતના વિસ્તારોમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારબાદ તેની અસર ધીમે-ધીમે મધ્ય અને ઉત્તર ભારતના રાજ્યો સુધી પહોંચવાની શક્યતા છે. ઉપગ્રહ ચિત્રોમાં પણ મોટા પ્રમાણમાં વાદળોની રચના જોવા મળી રહી છે, જે ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત આપે છે. જો આગાહી સાચી સાબિત થશે તો આગામી અઠવાડિયામાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ગરમીથી લોકોને મોટી રાહત મળશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
