<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

મુંબઈમાં એપાર્ટમેન્‍ટનું મહિનાનું ભાડું રૂ.૨૭.૫ લાખ...!

મુંબઇના વૈભવી એવા ‘વર્લી વિસ્‍તાર'ની 'સૌથી મોંઘી રેસિડેન્‍શિલ ડીલ' પૈકીની ડીલ ‘ટોક ઓફ ધી ટાઉન' : શહેરમાં એક 1BHKનું ઘર થઇ શકે, ૩ મારૂતિ સ્‍વિફટ કાર ખરીદી શકાય ત્‍યારે મુંબઇમાં એટલી કિંમતમાં એક મહિના માટે એક એપાર્ટમેન્‍ટ ભાડે અપાયું

મુંબઈ,તા.૨: જરા કલ્‍પના કરો, તમે એક શહેરમાં જેટલી કિમતમાં એક ૧ગ્‍ણ્‍ધ્‍ અથવા તો ત્રણ મારૂતિ સ્‍વિફટ કાર ખરીદીને એના માલિક બની શકો, જો એટલી જ કિમતમાં મુંબઈમાં એક એપાર્ટમેન્‍ટ એક મહિના માટે ભાડે અપાય તો...! નવાઈ લાગે ને, પરંતુ આ હકીક્‍તમાં બન્‍યું છે. મુંબઇના વર્લી જેવા વૈભવી વિસ્‍તારમાં એક એપાર્ટમેન્‍ટ ૨૭.૫ લાખ રૂપિયામાં ભાડે આપવામાં આવ્‍યું છે અને આ ભાડું માત્ર એક મહિનાનું છે...! આ રૂપિયા નિમ્‍ન મધ્‍યવર્ગની એક વ્‍યક્‍તિનો ૧૦ વર્ષનો અને મધ્‍યવર્ગની એક વ્‍યક્‍તિનો પાંચ વર્ષનો પગાર જેટલો થાય.! ત્‍યારે ડી-માર્ટના ફાઉન્‍ડર રાધાક્રિષ્‍નન દામાનીની ફર્મ દ્વારા ઓબેરોય ૩૬૦ વેસ્‍ટ લક્‍ઝરી એપાર્ટમેન્‍ટ સંજય ઘોડાવત ગ્રુપ (S- GG)ને પાંચ વર્ષ માટે દર મહિને ૨૭.૫ લાખના ભાડે લીઝ પર આપતાં મુંબઈના રિઅલ એસ્‍ટેટમાં એની ચર્ચા વાયુવેગે પ્રસરી છે. એટલું જ નહીં મુંબઈની આ સૌથી મોંઘી રેસ્‍ટશિયલડીલ પૈકીની એક ડીલ હોવાનું મનાઈ રહ્યું છે.

અબજોપતિ ઈન્‍વેસ્‍ટર અને ડી-માર્ટના ફાઉન્‍ડર રાધાક્રિષ્‍નનની ફર્મ દ્વારા અત્‍યંત વૈભવી મુંબઈના વર્લી સ્‍થિત એપાર્ટમેન્‍ટ મહિને ૨૭.૫ લાખના ભાડે પાંચ વર્ષ માટે લીઝ પર અપાયું હોવાની માહિતી પ્રોપર્ટી રજીસ્‍ટ્રેશનના ડોક્‍યુમેન્‍ટ્‍સ બાદ સામે આવી છે. ૬૮૩૧ ચો.ફીટમાં ફેલાયેલું આ લક્‍ઝરી એપાર્ટમેન્‍ટ પ્રિમિયમ રેસિડેન્‍શિયલ ટાવરના ઉપરના ફલોર પર આવેલું છે. પાંચ વર્ષના સમયગાળા માટે ભાડાપટ્ટે અને વર્ષે પાંચ ટકાની વૃદ્ધિ પણ ભાડામાં રાખવામાં આવતાં આ સમય દરમિયાન કુલ ૧૮ કરોડનું ભાડું ચુકવવા પાત્ર થશે. આભાડાના કરારમાં ૧.૬૫ કરોડ રૂપિયા સિક્‍યોરિટી ડિપોઝિટ પેટે અપાઈ છે અને ચાર કારના પાર્કિગની જગ્‍યા પણ એમાં સામેલ છે. ૨૭મી મેના રોજ આ

કરાર કરવામાં આવ્‍યું છે. ૨૭.૫ લાખના ભાડે એપાર્ટમેન્‍ટ લેનારી કંપની લ્‍ઞ્‍ઞ્‍ એનર્જી, એવીએશન, કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ, એજ્‍યુકેશન, રિઅલ એસ્‍ટેટ, રિટેઇલ અને ટેક્ષટાઇલ્‍સ જેવા સેક્‍ટર્સમાં કામ કરે છે. આ કંપનીનું હેડક્‍વાર્ટર કોલ્‍હાપુર સ્‍થિત છે. ડી-માર્ટના ફાઉન્‍ડરે ૨૦૨૩માં ઓબેરાય રિએલિટીના વર્લીના પ્રોજેક્‍ટમાં ૧,૨૩૮ કરોડમાં ૨૮ લક્‍ઝરી એપાર્ટમેન્‍ટ્‍સ ખરીદ્યા હતાં. આ સમગ્ર માહિતી ઝેપકીને રજીસ્‍ટ્રેશનના ડોક્‍યુમેન્‍ટ્‍સ મળતાં સામે આવી હતી. ત્‍યારે તેના સહ-સ્‍થાપક સંદીપ રેડ્ડીએ જણાવ્‍યું હતું કે, ‘‘જ્‍યારે કોઈ રેસિડેન્‍શિયલ પ્રોપર્ટીનું ભાડું પ્રીમિયમ કોર્પોરેટ રિયલ એસ્‍ટેટ જેટલું હોય, ત્‍યારે તે ભારતના અલ્‍ટ્રા-લક્‍ઝરી પ્રોપર્ટી માર્કેટ માટે નવા યુગનો સંકેત આપે છે.''

(10:22 AM IST)