<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અયોધ્‍યામાં ૧૫ દિવસમાં ૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટયા

અયોધ્‍યાઃ પવિત્ર કારતક મહિના દરમિયાન રામનગરી અયોધ્‍યામાં દેશ-વિદેશમાંથી આવેલાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્‍યાએ તમામ રેકોર્ડ તોડી નાખ્‍યાં છે. છેલ્‍લાં ૧૫ દિવસમાં એક કરોડથી વધુ ભક્‍તોએ અહીં  રામલલાના દર્શન કર્યા છે. દીપોત્‍સવ, ચૌદ કોસી-પંચકોસી પરિક્રમા તેમજ કારતક પૂર્ણિમાના પવિત્ર સ્‍નાન દરમિયાન સમગ્ર નગરી ભક્‍તિભાવપૂર્ણ બની હતી.સ્‍થાનિક વેપારીઓના જણાવ્‍યાં અનુસાર, આટલી જંગી મેદની અને આટલો સારો વેપાર પહેલાં ક્‍યારેય નથી જોવા મળ્‍યો. રામ મંદિરના દર્શનની સાથે અન્‍ય ધાર્મિક સ્‍થળો પર પણ ભક્‍તોની ભારે ભીડ જોવા મળી હતી. સૂર્યકુંડ, ગુપ્તારઘાટ અને ભરતકુંડમાં દર્શન-પૂજન કરનારાઓની સંખ્‍યા નોંધપાત્ર રહી હતી.  વેપારીઓ અને સ્‍થાનિક લોકોના મતે, અયોધ્‍યા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્‍યામાં હજુ વધુ વધારો થશે.

(11:42 AM IST)