<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના ૩૦૦થી વધુ કેસ!

પોલીસ ઈમરજન્‍સીમાં દારૂ પી ધમાલના કિસ્‍સા ત્રીજા સ્‍થાને : ચોરી, મહિલા-બાળકો સાથે મારામારી અને રોડ એક્‍સિડેન્‍ટ કરતાં દારૂનો દૈત્‍ય પોલીસને વધુ દોડાવે છે

નવી દિલ્‍હી,તા.૧૩: ગુજરાત રાજ્‍યની સ્‍થાપના થઈ ત્‍યારથી દારૂબંધી અમલમાં છે. હવે આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં જે ઈમરજન્‍સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડતી હોય તેમાં દારૂ પીને થતી મારામારીના કેસ ત્રીજા સ્‍થાને છે.૧૦ મહિનામાં દારૂ પીને મારામારીના ૯૩૯૯૩ કેસ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ ૩૦૦ જેટલા કેસ દારૂ પીને મારામારી કરવાના સામે આવે છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ‘‘૧૧૨'માં પોલીસને મદદ માટે સૌથી વધુ બોલાવાઈ છે તેમાં મારામારી, જાહેરમાં તકરાર બીજા સ્‍થાને છે. જેમાં મારામારીના ૧.૫૨ લાખ જ્‍યારે જાહેરમાં તકરારના ૧.૩૫ લાખ કેસ નોંધાયા છે. આ સ્‍થિતિએ મારામારી માટે રોજના સરેરાશ કેસ નોંધાય છે. દારૂપીને મારામારીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રોહિબિશનના ૧૯૦૬૫ કેસ નોંધાયા છે. સપ્‍ટેમ્‍બરથી જૂનના આ સમયગાળામાં પોલીસ ઈમરજન્‍સીના ૮.૩૦ લાખ કેસ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ ૨૭૪૧ કોલ્‍સ પોલીસ ઈમરજન્‍સીના મળે છે. પોલીસ ઈમરજન્‍સીના સૌથી વધુ કેસ મળ્‍યા હોય તેમાં અમદાવાદ શહેર ૧.૯૧ લાખ સાથે મોખરે, સુરત શહેરમાં ૧.૨૧ લાખ કેસ બીજા, વડોદરા સિટી ૫૭૨૭૯ સાથે ચોથા સ્‍થાને છે. આ સ્‍થિતિએ અમદાવાદ સિટીમાં ૬૦૩ કોલ્‍સ ‘૧૧૨' સેવાને મળે છે. પોલીસ સહાય, મેડિકલ ઈમરજન્‍સી, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, અન્‍ય જીવલેણ-તાત્‍કાલિક પરિસ્‍થિતિમાં એક જ નંબર પરથી સહાય મળી રહે તેના માટે ‘૧૧૨' ની સેવાનો ૧ સપ્‍ટેમ્‍બરથી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

પોલીસ ઈમરજન્‍સીના ક્‍યાં વધારે કેસ?

જિલ્લો       કેસ

અમદાવાદ સિટી       ૧,૯૧,૨૮૮

સુરત સિટી   ૧,૨૧,૧૧૮

વડોદરા સિટી  ૫૭,૨૭૯

રાજકોટ સિટી  ૪૦,૭૪૨

અમદાવાદ ગ્રામ્‍ય      ૨૪,૦૮૯

સુરત ગ્રામ્‍ય  ૨૧,૧૧૭

ગાંધીનગર   ૨૦,૯૧૪

મહેસાણા     ૨૦,૧૬૩

ભાવનગર   ૧૯,૫૬૭

ભરૂચ        ૧૭,૮૬૦

વલસાડ     ૧૭,૦૮૯

બનાસકાંઠા   ૧૭,૦૮૦

ખેડા         ૧૬,૫૦૩

દાહોદ       ૧૫,૯૪૮

આણંદ                        ૧૫,૪૧૯

કઈ ઈમરજનસીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડી?

ઈમરજન્‍સી                    કેસ

મારામારી                     ૧,૫૨,૪૭૫

જાહેરમાં તકરાર              ૧,૩૫,૪૩૪

દારૂપીને મારામારી            ૯૩,૭૪૬

રોડ એક્‍સિડેન્‍ટ                ૭૦,૬૫૫

ધ્‍વનિ પ્રદૂષણ                 ૫૩,૫૪૪

મહિલા-બાળક સાથે મારામારી ૪૧,૦૮૩

ચોરી                         ૨૯,૬૩૬

અન્‍ય                         ૨૬,૪૮૯

જીવનું જોખમ                 ૨૨,૮૧૩

મહિલા-બાળકો મુશ્‍કેલીમાં     ૨૧,૬૬૫

ટ્રફિકમાં સમસ્‍યા              ૨૦,૬૩૯

દારૂબંધી                      ૧૯,૦૬૫

અપશબ્‍દો બોલવા            ૧૮,૩૦૨

ઘરેલું હિંસા                   ૧૪,૩૭૩

ચોર પકડાયો                 ૧૦,૬૬૫

અજ્ઞાત વસ્‍તુ મળવી          ૭,૫૭૨

આગ                         ૭,૫૬૬

છેડતી                        ૭,૩૮૦

અંગત મિલકતને નુકસાન     ૬,૫૩૩

વ્‍યક્‍તિ ગૂમ થવી              ૬,૫૩૩

અન્‍ય પેટા પ્રકાર              ૬૫,૧૦૫

કુલ     ૮,૩૦,૬૨૧

(9:54 AM IST)