News of Thursday, 30th July 2026
દેશમાં ૩૯.૭ લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઇ

નવી દિલ્હી,તા.૩૦: પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દેશમાં ફેબ્રુઆરી ૨૦૨૪માં યોજનાની શરૂઆતથી અત્યાર સુધી ૩૯,૭૨,૪૪૭ રૂફટોપ સોલાર સિસ્ટમો સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે ૪૮,૦૨,૭૧૭ પરિવારોને, જેમાં ગ્રામિણ પરિવારોનો પણ સમાવેશ થાય છે અને તેઓને પણ લાભ મળ્યો છે. કેન્દ્રીય ન્યુ એન્ડ રિન્યૂએબલ એનર્જી રાજ્યમંત્રી શ્રીપાદ યશો નાયકે રાજ્યસભામાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૮.૭૧ લાખ રૂફટોપ સોલાર સિસ્ટમો સ્થાપિત કરવામાં આવી, જેના પરિણામે ૬.૭ ગીગાવોટની કુલ સોલાર ક્ષમતા ઉમેરાઈ અને ૨૨.૭૧ લાખ પરિવારોને તેનો લાભ મળ્યો. મંત્રીએ જણાવ્યું કે યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરનાર ગ્રાહકોના વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
