તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 5th November 2026
દિવાળીમાં બોનસના નામ પર વાટકા અને ચમચા પકડાવી દીધા : ૬૦૦થી વધારે કર્મચારીઓ કંપની બહાર આવી ધરણા પર બેઠા
દિવસ રાત ૧૨-૧૨ કલાક તનતોડ મહેનત કરાવ્યા બાદ પણ દિવાળીના નામ પર મેનેજમેન્ટ તરફથી ખાલી વાટકા, ચમચી અને થાળી પકડાવી દીધા

અલવર : અલવરના ઔદ્યોગિક વિસ્તાર MIAમાં આવેલી હેવેલ્સ ફેક્ટરીમાં દિવાળીના ઠીક ચાર દિવસ પહેલા મંગળવારે લગભગ ૬૦૦થી વધારે મજૂર અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. કંપનીના શોષણ વિરુદ્ધ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કામ બંધ કરી હોબાળો મચાવ્યો છે.
કર્મચારીઓનો મુખ્ય ગુસ્સો દિવાળી પર મળેલી ગિફટ અને બોનસ નહીં આપવાને લઈ હતો. પ્રદર્શન કરી રહેલા મજૂરોનું કહેવું હતું કે દિવસ રાત ૧૨-૧૨ કલાક તનતોડ મહેનત કરાવ્યા બાદ પણ દિવાળીના નામ પર મેનેજમેન્ટ તરફથી ખાલી વાટકા, ચમચી અને થાળી પકડાવી દીધા.
ભડકેલા કર્મચારીઓએ કહ્યું કે, વાટકા-થાળી તો અમારા ઘરોમાં પહેલાથી છે, દિવાળીનો તહેવાર છે. પણ ન તો બોનસ મળી, ન તો સારી કોઈ મીઠાઈ આપી. મેનેજમેન્ટે દિવાળી ગિફટમાં કંજૂસાઈની હદ પાર કરી નાખી.
કર્મચારીઓએ ફેક્ટરીમાં ચાલી રહેલી સેલરી કાપની નીતિઓ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. મજૂરોએ જણાવ્યું કે, જો કોઈ કર્મચારી ડ્યૂટી પર ખાલી ૧ કલાક મોડા આવે તો પણ તેમની સીધી સેલરી કાપી લેવામાં આવતી હતી. એક દિવસની હાજરી ઓછી થવા પર ડાયરેક્ટ બે દિવસનો પગાર કાપી લેતા હતા.
હવે ૮ કલાક જ કામ કરીશું: મેનેજમેન્ટના આવા વ્યવહારથી કંટાળેલા કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે તેઓ કોઈ પણ હાલતમાં શોષણ સાંખી લેશે નહીં. મજૂરોએ એલાન કર્યું છે કે હવે તેઓ નિયમ અનુસાર ખાલી ૮ કલાક જ કામ કરશે અને દિવાળી બોનસ તથા અન્ય કાપને લઈ વિરોધ ચાલુ રાખશે.
વળી કંપનીના એચઆર મેનેજર શક્તિ સિહનું કહેવું છે કે અમે કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યત્વે બોનસનો મામલો છે. કંપનીના ઉચ્ચ સ્તરે વાત ચાલી રહી છે. જલદી સમાધાન શોધી કાઢીશું.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
