તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 27th October 2026
તમે જેટલી વાર મોદીજીને ગાળો આપશો,એટલી વાર મોઢાની ખાશો અને હારનો સામનો કરવો પડશે : અમિતભાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહે પટના અને અમરેલીમાં આપેલા પોતાના નિવેદનમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિતા વિશે કરવામાં આવેલી ટિપ્પણી બાદ અમિતભાઈ શાહે વળતો પ્રહાર કર્યો હતો.
અમિતભાઈ શાહે જણાવ્યું કે,‘હું આજે કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે તમે વડાપ્રધાન મોદીજીને જેટલી વધારે ગાળો આપશો, ભાજપનું કમળનું ફૂલ એટલું જ મોટું થઈને ખીલશે અને આકાશને આંબશે.
તેમણે ઉમેર્યું કે વિપક્ષે દરેક ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જનતાએ તેમને નકારી કાઢયા છે. તમે જેટલી વાર મોદીજીને ગાળો આપશો, એટલી વાર મોઢાની ખાશો અને હારનો સામનો કરવો પડશે.
ગળહમંત્રીએ આરોપ લગાવ્યો કે છેલ્લા ૧૨ વર્ષથી સતત મળી રહેલી ચૂંટણી હારના કારણે કોંગ્રેસમાં ભારે હતાશા અને નિરાશા વ્યાપી ગઈ છે. તેમની પાસે હવે કોઈ નીતિ કે મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ માત્ર ગાળાગાળીના રાજકારણ પર ઉતરી આવ્યા છે.અમિતભાઈ શાહે ટ્વિટ (X) કરીને પણ નારાજગી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસે પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા-પિતા વિશે આવી અશોભનીય ટિપ્પણીઓ કરીને રાજકીય મર્યાદાની તમામ હદો પાર કરી દીધી છે, જેને દેશની જનતા કયારેય માફ નહીં કરે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
