News of Wednesday, 22nd April 2026
નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન... સ્મરણોમાં નિરંતર ધબકાર

આજે ‘‘અકિલા'' ગણાત્રા તથા નાગ્રેચા પરિવાર માટે દુઃખદ દિવસ રહ્યો હતો. પરિવારના સૌથી નાનાબેન ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાએ અનંતની વાટ પકડી હતી. આજે ભાવનાબેનની અંતિમ યાત્રામાં ભાવસભર દૃશ્યો સર્જાયા હતા. ઉપરોકત તસ્વીરમાં દિપકભાઇ નાગ્રેચા તથા પુત્રી માનસીબેન ભારે હૃદયે ભાવનાબેનને વિદાય આપી હતી. જયારે પિયર પક્ષ તરફથી ભાવનાબેનને મોટાભાઇ અને ‘‘અકિલા'' પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘‘અકિલા'' વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા કિરણબેન નિમિષભાઇ ગણાત્રા વિદાય વેળાએ ભાવુક બન્યા હતા. અન્ય તસ્વીરોમાં મોટાભાઇ સુરેશભાઇ ગણાત્રા લાડકી નાની બેનને અંતિમ વિદાય આપી હતી. મોટા બહેનો મીનાબેન હરીશભાઇ ચગ, ભારતીબેન લલીતભાઇ સવજીયાણી, સ્મિતાબેન સુનીલભાઇ રાયચુરાએ નાની બહેનને સજળ નયને અંતિમ અલવીદા આપી હતી. નીચેની તસ્વીરોમાં શોકાતુર પરિવારજનો અને ભાવનાબેનને અંતિમ વિદાય વખતે ઉપસ્થિત ‘અકિલા' ના સીનીયર પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, જયશ્રીબેન નરેન્દ્રભાઇ પારેખ, કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ઘનશ્યામભાઇ હેરભા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, જનકભાઇ ત્રિવેદી, નલીનભાઇ સોઢા, લલીતભાઇ સવજીયાણી દર્શાય છે. જયારે અંતિમ તસ્વીરમાં કિરીટભાઇ ગણાત્રાને સાંત્વના પાઠવતા સુશીલાબેન શરદભાઇ સોનપાલ દર્શાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
