તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
સાસુ-વહુના સંબંધ માતા-પુત્રી જેવા હતા, વહુના વિરહમાં સાસુનું નિધન
તલોદ તાલુકાના નવા ગામની ઘટનાએ કરુણા ઉપજાવી : અકસ્માતમાં પુત્રવધૂના મોતના આઘાતથી સાસુએ દુનિયાને અલવિદા કરી

હિંમતનગર,તા.૬: સામાન્ય રીતે કોઈપણ પરિવારમાં સાસુ-વહુ વચ્ચે ધણી વખત છત્રીસનો આંકડો હોવાના અનેક પરિવારો માને છે. ત્યારે તલોદ તાલુકાના નવા ગામના એક પરિવારમાં પુત્રવધુ અને સાસુ વચ્ચે માત-પુત્રીથી પણ વધુ ગાઢ સંબંધ હતા. પરંતુ વિધીની વક્રતા મુજબ તાજેતરમાં હિમતનષર-શામળાજી રોડ પર આવેલ રાયપઢ નજીક બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં નાયક પરિવારની પુત્રવધુનું મોત નિપજયું હતુ. ત્યારબાદ તેણીની સાસુને પુત્રવધુના મોતનો આઘાત લાષતા તાજેતરમાં સાસુનું પણ મોત નિપજયું છે.
આ અંધેની વિષત એવી છે કે પત તા.૨૯ એપ્રિલના રોજ રાયષઢ પાસે બનેલા માર્ષ અકસ્માતમાં તલોદ તાલુકાના નવા ષામના નાયક પરિવારના પુત્રવધુ હેત્તલબેન નાયકનું પંભીર ઇજાને કારણે મોત નિપજયું હતુ. દરમિયાન મૃતક હેત્તલબેન નાયકના સાસુ નીરૂબેન નાયકને વહુના નિધન બાદ ખુબજ આઘાત લાગ્યો હતો. જેથી તેણીને સારવાર લેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ વહુના વિરહમાં સાસુની તબિયત લથડી હોવાને કારણે પરિવારજનો પણ ખુબજ દુઃખી હતા. તો બીજી તરફ વહુના નિધન બાદ નીરૂબેનને ષત તા.૨ મેના રોજ તબિયત વધુ લથડી હતી. જેથી તેણીને સારવાર માટે હિમતનષર અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વિધીની વક્રતા મુજબ વહુના નિધન બાદ ચોથા દિવસે સાસુએ પણ દુનિયાને અલવિદા કહી અનંતયાત્રાએ જતા રહ્યા હતા. જેના આઘાતથી પરિવાર પર દુઃખના ડુંષરો તુટી પડયા હતા. આઠ દિવસના સમયપાળામાં એક જ પરિવારની ધરી સમાન બે મહિલાઓના મોતથી નાયક પરિવાર નોંધારો બની થયો છે.
ઉલ્લેખનીય છે કે મેહુલ નાયક કે જેઓ ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઇ હતા. ત્યારે માતા અને પત્નિની છત્રછાયા જતી રહેતા હવે આ પરિવારમાં માત્ર પુત્ર અને પિતા હયાત છે. સમગ્ર ઘટના અંષે લોકમુખે એવી ચર્ચા શરૂ થઇ છે કે સાસુ-વહુના અતુટ પ્રેમ અને એકબીજા વચ્ચેના લપાવને લીધે તલોદ પંથકમાં સમષ ઘટના ખુબજ કરૂણાસભર બની ષઈ છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
