<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

૬ વર્ષનો દીકરો મૃત્‍યુ પામ્‍યો એ સાંભળીને માની તબિયત લથડી, ૧૦ મિનિટમાં જ તેણે પણ જીવ છોડયો

છતરપુર,તા.૨૯: મધ્‍ય પ્રદેશના છતરપુર જિલ્‍લાના હરપાલપુર ગામમાં એક મા તેના ૬ વર્ષના દીકરાના મોતના સમાચારનો આઘાત જીરવી શકી નહોતી. દીકરાની પાછળ ૧૦ જ મિનિટમાં તેનો જીવ પણ જતો રહ્યો હતો. દીકરાની તબિયત ખરાબ હતી એટલે તેને ઍમ્‍બ્‍યુલન્‍સમાં હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો. જોકે રસ્‍તામાં જ તે મૃત્‍યુ પામ્‍યો હતો. ઍમ્‍બ્‍યુલન્‍સમાં એ વખતે તેની મા પણ સાથે જ હતી. ઍમ્‍બ્‍યુલન્‍સના ડોક્‍ટરોએ દીકરાને મૃત જાહેર કરતાં મા આઘાતમાં સરી પડી. તેને શ્વાસ ચડવા લાગ્‍યો અને લોકો તેને પાણી પીવડાવીને શાંત પાડે એ પહેલાં તો તેણે પણ પ્રાણ ત્‍યજી દીધાં હતાં.

(10:06 AM IST)