<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

કેલ્‍શિયમ-વટામીન ડી૩ સહિતની ૩૦ દવાઓની એમઆરપી નકકી કરાઇ

નેશનલ ફાર્માસ્‍યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી દ્વારા વિટામીનની ઉણપ, હાડકા મજબુત કરવા સહિતના રોગની દવાઓની કિંમત અંગે આદેશ

સામાન્ય પ્રજા માટે જરૂરી એવી દવાઓની નિશ્ચિત કિંમત પર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરિટી (NPPA)એ મહત્વનું પગલું ભર્યું છે અને 30 જેટલી ફોર્મ્યુલેશનની MRP એટલે કે મહત્તમ વેચાણ કિંમત નક્કી કરી છે. NPP તરફથી 27મી મે 2026ના રોજ જે આદેશ આપવામાં આવ્યો તેમાં 30 જેટલી દવાઓની MPR નક્કી કરવામાં આવી છે. તેને લીધે ઘણીબધી દવાઓની કિંમતમાં ઘટાડો થશે.
NPPA તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે જે દવાઓની કિંમત નક્કી કરવામાં આવે છે તેમાં Vitamin D3 Oral Solution, Calcium, Vitamin D3, Methylcobalamin, L-Methylfolate Calcium, Pyridoxal-5 Phosphate સહિતની અનેક મહત્વની મેડિસિન ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે. આ દવાઓ વિટામિનની ઉણપ, હાંડકા મજબૂત કરવા તથા અન્ય સ્વાસ્થ સંબંધિત બીમારીઓની સારવારમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
NPPA તરફથી આ યાદીમાં એલ્જિનેટ રાફ્ટ-ફોર્મિંગ ઓરલ સસ્પેન્શન, બિલાસ્ટિન-મોંટેલુકાસ્ટ ટેબલેટ, બિસોપ્રોલોલ ફ્યુમરેટ, એટોરવાસ્ટેટિન-ફેનોફાઈબ્રેટ ટેબલેટ તથા એમ્લોડિપિન ટેબલેટ જેવી દવાઓનો સમાવેશ થાય છે. NPPAની માહિતીમાં દરેક દવાની નવી રિટેલ પ્રાઈઝ લખવામાં આવી છે. તે કિંમતો પર હવે નવી દવાઓને બજારમાં વેચાણ કરી શકાશે.
NPPAની માહિતી પ્રમાણે દવાઓની કિંમતનું નિયંત્રણ ગ્રાહકોને યોગ્ય કિંમત પર જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તથા માર્કેટમાં બજાર મૂલ્યને લઈ પારદર્શિતા જાળવી રાખવા માટે છે. નવી કિંમત NPPAના નોટિફિકેશન જારી કરવા સાથે લાગુ કરવામાં આવેલ છે. સંબંધિત મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કંપનીઓને આ નિયત દરોનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

(3:23 PM IST)