<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

લાલબાગચા રાજાના ચરણોમાં નતમસ્‍તક થયા મુકેશ અંબાણી

અનંત અને રાધિકા પણ દર્શન કરવા પહોંચ્‍યા : મંડળના સભ્‍યોએ પરિવારનું સ્‍વાગત કર્યું અને તેમને પ્રસાદ ભેટમાં આપ્‍યો : મુકેશ અંબાણીએ પરિવાર સાથે બાપ્‍પાની આરતી ઉતારી અને સુખ-સમૃદ્ધિની કામના કરી હતી

મુંબઈઃ તા.૧૮: ગણેશોત્‍સવ દરમિયાન રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ગુરુવાર સાંજે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્‍યા હતા. તેમની સાથે અનંત અંબાણી અને વહુ રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા. પંડાલમાં અંબાણી પરિવાર પહોંચતા જ સુરક્ષા ટાઇટ કરી દીધી. મુકેશ અંબાણીએ પરિવાર સાથે બાપ્‍પાની આરતી ઉતારી અને સુખ-સમૃદ્ધિની કામના કરી હતી. અનંત અને રાધિકા બંને પરંપરાગત કપડાંમાં દેખાયા હતા. મંડળના સભ્‍યોએ પરિવારનું સ્‍વાગત કર્યું અને તેમને પ્રસાદ ભેટમાં આપ્‍યો.

આ અગાઉ મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન અંબાણી પરિવારનો ખૂબ જ ભવ્‍ય અંદાજ જોવા મળ્‍યો હતો. એન્‍ટિલિયામાંથી નીકળેલી વિસર્જન યાત્રામાં નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટ ખૂબ ઉત્‍સાહમાં જોવા મળ્‍યા હતા. આ દરમિયાન રાધિકા લાલ અબીરમાં રંગાયેલી જોવા મળી હતી. ઘરે ધામધૂમથી વિસર્જન કર્યા બાદ અનંત અંબાણી લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્‍યા હતા.

કડક સુરક્ષા અને પોતાના ભારે કાફલા સાથે પહોંચેલા અનંતે લાલ રંગનો કુર્તો પહેર્યો હતો. તેમણે બાપ્‍પાના ચરણોમાં માથું ઝુકાવી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ લીધા. હકીકતમાં લાલબાગચા રાજા સાથે અનંતનો ખાસ નાતો છે. વર્ષ ૨૦૨૪માં તેમણે આ પ્રસિદ્ધ મંડળના માનદ સલાહકાર સદસ્‍ય તરીકે નિયુક્‍ત થયા હતા. તેઓ દર વર્ષે અહીં માથું ટેકવે છે.

લાલબાગચા રાજાના દર્શન માટે સવારથી જ ભક્‍તોની લાંબી લાઈનો લાગે છે. માનતા પૂરી કરનારા નવસાચા ગણપતિના દરબારમાં શ્રદ્ધાળુઓ મોદક અને દૂર્વા સાથે સોના-ચાંદીના આભૂષણો પણ ચઢાવે છે. મહાકાલ મંદિરની થીમ પર સજાવેલા આ ભવ્‍ય પંડાલમાં સામાન્‍ય જનતાથી લઈને નામી હસ્‍તીઓ પણ આશીર્વાદ લેવા આવે છે. વર્ષ ૧૯૩૪માં સ્‍થાનિક માછીમાર સમુદાય અને વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઐતિહાસિક દરબારની પ્રતિમાને કાંબલી પરિવાર પેઢીઓથી આકાર દઈ રહ્યો છે.

 

(10:14 AM IST)