<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

મુંબઈમાં મોબાઈલ હેક કરીને વૃદ્ધાના ખાતામાંથી ઉઠાવી લીધા

લાઈટ બિલમાં નામ અપડેટ કરવાના બહાને સાયબર ઠગે નકલી APK ફાઈલ ડાઉનલોડ કરાવી મહિલાનો ફોન કર્યો હેક

મુંબઈ :ટેકનોલોજી જેટલી ઉપયોગી છે એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે, જો સાવચેતી ન રાખવામાં આવે તો. તાજેતરમાં મુંબઈમાં એક 78 વર્ષીય વૃદ્ધા સાથે રૂ. 25 લાખની છેતરપિંડીનો   ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ગુનેગારોએ મહિલાનો ફોન હેક કરીને આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

ઠગબાજોએ વોટ્સએપ દ્વારા મહિલાનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ વીજ વિભાગના અધિકારી તરીકે આપી હતી. વાતચીતમાં વિશ્વાસ કેળવ્યા બાદ, કનેક્શનમાં નામ અપડેટ કરવાના બહાને એક APK ફાઈલ ડાઉનલોડ કરવા અને નજીવું પેમેન્ટ કરવા જણાવ્યું. જેવું મહિલાએ પેમેન્ટ કર્યું, તેમનો ફોન હેક થઈ ગયો અને જોતજોતામાં ખાતામાંથી 25 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા

ફિશિંગ લિંક : બેંક કે KYC ના નામે નકલી લિંક મોકલી વિગતો ચોરવી.

APK ફાઈલ ફ્રોડ: આ એપ ઇન્સ્ટોલ થતા જ ફોનનો તમામ ડેટા, મેસેજ અને OTP નો એક્સેસ ઠગ પાસે પહોંચી જાય છે.

સિમ સ્વેપ ફ્રોડ : યુઝરનું સિમ બંધ કરાવી નવું સિમ મેળવી લેવું જેથી તમામ OTP ઠગને મળે.

કોલ ફોરવર્ડિંગ: USSD કોડ ડાયલ કરાવીને કોલ્સ ફોરવર્ડ કરવા.

જો તમારો ફોન અચાનક ગરમ થવા લાગે, બેટરી ઝડપથી ઉતરી જાય અથવા અજાણી એપ્સ દેખાય, તો સમજો કે ફોન હેક થયો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સિમ બ્લોક કરાવો, બેંકને જાણ કરો અને ફોનને ફેક્ટરી રીસેટ કરો. કોઈપણ સાયબર છેતરપિંડીના કિસ્સામાં તુરંત નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

(8:00 PM IST)