News of Tuesday, 12th May 2026
પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુજીત બોઝની નગરપાલિકા ભરતી કૌભાંડમાં સંડોવણી બદલ મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ઈડી દ્વારા ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી બંગાળના રાજકારણમાં ખળભળાટ: સરકારી નોકરીઓની ભરતીમાં થયેલી ગેરરીતિઓની તપાસ હવે તેજ બની

કોલકોત્તા: પશ્ચિમ બંગાળમાં નગરપાલિકાઓની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિઓના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરતા તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સુજીત બોઝની ધરપકડ કરી છે.
તપાસ એજન્સીના મતે, આ ભરતી કૌભાંડમાં આર્થિક લેવડદેવડના પુરાવા મળ્યા છે જે મની લોન્ડરિંગના દાયરામાં આવે છે. સુજીત બોઝ પર આરોપ છે કે મંત્રી પદ પર હતા ત્યારે તેમણે નિયમોને નેવે મૂકીને મળતિયાઓની ભરતી કરાવી હતી.
આ કેસમાં અગાઉ પણ અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેનાથી આ કૌભાંડના અન્ય મૂળ સુધી પહોંચી શકાય.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
