<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

શ્રી રામકથા રૂપી રથના સારથી મારા હનુમાનજી છેઃ પૂ.મોરારીબાપુ

દક્ષિણ આફ્રિકામાં આયોજીત શ્રી રામકથાનો વિરામ

રાજકોટ, તા.૨૭: દક્ષિણઆફ્રિકા પૂ- મોરારીબાપુના વ્‍યાસાસને આયોજીત શ્રી રામ કથામાં જણાવ્‍યું કે દસે દિશામાં જાય એ દસરથનો રથ એનો સારથિ સુમંત.સુમંત એટલા સારો સત સંકલ્‍પ સારો નિર્ણય, સદ્‌વિચાર વગેરે વગેરે... મનોરથનું સારથિ આપણુૅ મન, ભજન ઇશ્વરનું ભજન એ ધર્મરથનું સારથિ છે. દેવરથનો સારથી માદ્રી છે. રામરથનો સારથિ ધર્મ છે. કામરથનો સારથિ સંગ,  સાગરરથનો સારથિ ચંદ્ર, જીવનરથ આ કથારથની સારથિ પોથી છે. ભગીરથની સારથિ  તપ-તપસ્‍યા છે. દેહરથનો સારથિ આત્‍મા છે. અને હજી એક સોૈથી મહત્‍વનો રથ-મહારથ છે અને એના સારથિ કૃષ્‍ણ છે. રામકથા રથનો સારથિ મારો હનુમાનજી છે.

પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે, આપણે રથયાત્રા નિમિતે આપણી આંતરિક યાત્રા, આંતરિક રથ વિશે આ નવ દિવસ સંવાદ કરી રહ્યાં હતાં તો આજે ઉપસંકારમાં ઉપસાર સમજીએ કોઇપણ પ્રકલ્‍પ-આયોજનમાં હોય છે. ઉર્દુમાં આગાઝ અને અંજામ કહે છે, ભાવભાષામાં આપણે પ્રારંભ અને પુર્ણાહૂતિ કહીએ છીએ, તો પુર્ણાહૂતિ -ઉપસંહાર-ઉપસાર-માનસ રથયાત્રા કથાનો ઉપસાર સાહષસટક છ.ે.. આ મૌલિક સારષટક એટલે કે છ પ્રકારના સાર છે. (૧) શ્રુતિસાર (ર) બોધઆર (૩) પ્રેમસાર (૪) ધર્મસાર (પ) સિધ્‍ધાંતસાર (૬) માનસસાર.

શ્રુતિસાર એટલે હરિનામ, નિરંતર હરિસ્‍મરણ, રામનામ જે તમારા ઇષ્‍ટદેવ હોય એનું સતત સ્‍મરણ, બોધસાર એટલે કોઇ સાથે વિરોધ ન પ્રગટે એ સમસ્‍ત બોધનો સાર છે, પ્રેમસાર એટલે વિરકિતની પ્રાપ્તી એ પ્રેમસાર, ધર્મસાર એટલે પોતપોતાના ધર્મનું નૈતિક આચરણ, સિધ્‍ધાંતસાર એટલે આ જગદગુરૂ એ તો આખો સિધ્‍ધાંત સાર સમજાવ્‍યો છે પણ તલગાજરડીય દ્રષ્‍ટિએ, માર્ગી બાવાની દ્રષ્‍ટિએ ટુંકમાં કહુ તો તમામ સિધ્‍ધાંતોથી મુકિત એ જ સિંધ્‍ધાંતસાર છે અને છેલ્લે ‘‘માનસસાર''નો સાર એટલે સત્‍ય, પ્રેમ, કરૂણા, સમગ્ર રામાયણ- તુલસીજીના રામચરિત માનસનો સાર- નિચોડ- નવનીત વર્ષોથી હું કહયા કરૂ છુ કે માનસની આ ત્રિપદી, સમગ્ર વિશ્વને જો આજે કોઇ જરૂર હોય તો આ સરળ સુત્રો છે....સત્‍ય, પ્રેમ, કરૂણા.... બાપુની હવે પછીની રામકથા અમેરિકાના બોસ્‍ટન ધરતી પર હાર્વડ યુનિવર્સિટી પરિસરમાં તા.૧૫/૦૮/૨૬ થી ૨૩/૦૮/૨૬ દરમ્‍યાન યોજાશે. આ રામકથા દરમ્‍યાન ‘‘તુલસીજયંતી મહોત્‍સવ'' પણ યોજાશે. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો.૮૧૪૦૨ ૧૩૧૩૦, મો.૯૪૨૬૨ ૪૨૧૧૫)

(3:37 PM IST)