News of Monday, 13th July 2026
નરેન્દ્રભાઈ ગુજરાત માટે સતત સક્રિય, અમે તેના સહયોગીઃ માનસિંહ પરમાર
રાજ્યસભાના નવનિયુક્ત સાંસદની ‘અકિલા' ખાતે વિશેષ આત્મિય માહોલમાં મુલાકાત : મોદીજીએ ગુજરાત માટે ખૂબ કર્યુ છે અને કરે જ છે જ્જમને જે મળ્યું છે એનો મને કોઈ હરખ નથી થયો. અને કાલે નહિ હોય તો મને એનું કોઈ દુઃખેય નહિ થાય. કેમકે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક અદા કરીશ. જ્જહરિદ્વાર -સોમનાથ-હરિદ્વાર ટ્રેન ચાલુ થઈ છે તો એ ભૂતકાળની અમારી રજૂઆતો જ હતી. ટ્રેન શરૂ થઇ છે તો હવે કાયમી પણ રહેશે. જ્જપાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક અદા કરીશ. જ્જલાલ ચોકમાં તિરંગો લહેરાવવા માટે આર્ટીકલ ૩૭૦ નું ઇન્ડિયા ફર્સ્ટ કેમ્પેન અમે ચલાવ્યું'તું જ્જસરકાર ખેડૂતો માટે તો ખુબ ચિંતિત છે અને ખુબ ગંભીર છે. જ્જઆજે ગામને ઝાંપે નાના નાના એકમો ચાલુ જ એનું કારણ એક જ છે જ્યોતિગ્રામ યોજના અને મુદ્રા યોજના. જ્જપાર્ટીએ મને આવડો મોટો કર્યો છે તેનું ઋણ હું કદી ચૂકવી નહી શકુ.

રાજય સભા સાંસદ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ માનસિંહભાઇ પરમારે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે અકિલા વેબ એડિશનના એડિટર અને અકિલાના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના પૂર્વ દંડક શ્રી મનિષભાઇ રાડીયા, સૌરાષ્ટ્રના નામાંકીત ઓર્થોપેડીક સર્જન અને રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ અને ભાજપ યુવા અગ્રણી શ્રી ખુરશીદ સમા તેમજ શ્રી વિજય સાંગાણી, શ્રી કેતન પરમાર (સોમનાથ) અને સુત્રાપાડા શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી દિપક કાછેલા પણ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)
રાજકોટ, તા.૧૩: રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ શ્રી માનસિહભાઇ પરમાર આજે અકિલાના આંગણે મહેમાન બન્યા હતા. અકિલા વેબ એડિશનના એડિટર અને અકિલાના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના અશીર્વાદ લીધા હતા અને પોતાના ૨૫ વર્ષના રાજકીય સંઘર્ષ, ભવિષ્યના વિકાસ કાર્યો અને સામાન્ય જનતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અંગે ખુલ્લા મને વાતચીત કરી હતી. એબીવીપી અને યુવા મોરચાના એક સામાન્ય કાર્યકર્તાથી લઈને રાજ્યસભાના સાંસદ સુધીની સફર ખેડનાર આ યુવા નેતાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના માટે સત્તા કોઈ કાયમી પદ નથી પરંતુ જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે.
ગીરના સિંહોના માણસો પર વધતા જતા હુમલા અંગે આપ સાંસદ સભ્ય તરીકે આ મુદ્દે શું રજુઆત કરશો? તાજેતરમાં ગીરનારની સીડી પરથી સિહ દ્વારા એક બાળક પર થયેલા હુમલાની ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા શ્રી માનસિંહભાઇ પરમારે જણાવ્યું હતું કે, આ એક અત્યંત ગંભીર બાબત છે. જંગલી પ્રાણીઓ હવે જંગલની બહાર લોકવસ્તી તરફ આવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અને લોકોની સુરક્ષા સુનિヘતિ કરવા સાંસદ સુધી તો નહી પણ સ્થાનિક તંત્ર તથા સરકાર સાથે મળીને નક્કર અને તકેદારીના પગલાં લેવામાં આવશે.
રાજ્યસભાના સાંસદ તરીકે આપની પ્રથમ પ્રાથમિકતા શું રહેશે? શ્રી માનસિંહભાઇએ કહ્યું કે, જનરલી તો સ્થાનિકને જે પ્રશ્નો હોય ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને કોઈ પ્રશ્નો હોય એ બાબતની સાંસદ તરીકે અમારી આખી જે ટીમ છે ૨૫ પ્લસ ૧૧ એ સાથે રજૂઆત કરીશું. બાકી તો નાના મોટા જે પ્રશ્નો હોય છે અને મોટા ભાગના જે મોટા લેવલના જે પ્રશ્નો છે એ તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ત્યાં તોએ પોતે જ બેઠા છે અને ગુજરાતના જ છે એટલે અમારે તો કઈ વિશેષ કહેવાનું હોય નહિ. પણ સ્થાનિક નાની મોટી કોઈ રજૂઆતો હોય છે જેમકે અત્યારે હરિદ્વાર -સોમનાથ-હરિદ્વાર ટ્રેન ચાલુ થઈ છે તો એ ભૂતકાળની અમારી રજૂઆતો જ હતી. ભલે હું ત્યારે સાંસદ નહતો પણ એક ત્યાના સ્થાનિક લીડર તરીકે અમે એ અમારી જ રજૂઆતો હતી અને અમારા સાંસદ રાજેશભાઈને બધાએ સાથે મળીને રજૂઆતો કરી. એટલે શરૂઆત થઈ છે અને એને કાયમી રાખવા માટે પણ અમે એ રીતે રજૂઆત કરશું. ટ્રેન શરૂ થઇ છે તો હવે કાયમી પણ રહેશે.
ગુજરાતના કયા મુદ્દાઓને તમે રાજ્યસભામાં સૌથી પહેલા ઉઠાવવા માંગો છો? સાંસદશ્રીએ કહ્યું કે, જો આ બાબતે જોઈએ તો હજી એના માટે મારે પોતે પણ હોમવર્ક કરવાની જરૂર છે. કારણકે હાલ હું સ્થાનિક અને રાજ્ય લેવલે રાજનીતિમાં છુ. હવે રાજ્ય જોવાનું રહેશે.
વિધાનસભા ચૂંટણી હાર્યા પછી પણ સક્રિય રહેવાનું પ્રેરણા સ્ત્રોત શું હતું? શ્રી માનસિંહભાઇ પરમારે જણાવ્યું કે, હું મૂળ કાર્યકર્તા જ છું. મારા માટે સત્તા કોઈ મહત્વની જ નથી. હું આજે પણ તમને કહું કે હું રાજ્યસભાનો સાંસદ આજે છું, છ વર્ષ પછી નથી રહેવાનો.. આ કોઈ પરમનેન્ટ પોસ્ટ છે જ નહિ. આ મને જે મળ્યું છે એનો મને કોઈ એવો હરખ નથી થયો. અને કાલે નહિ હોય તો મને એનું કોઈ દુઃખેય નહિ થાય. કેમકે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક અદા કરીશ.
ઉલ્લેખનિય છે કે જ્યારે એક કાર્યકર તરીકે પાર્ટીમાં કામ કરતા હોઇએ ત્યારે બધુંજ ભૂલી દેશ માટે કામ કરવાનું હોય. શ્રી માનસિંહ પરમાર પણ એવાજ એક સંનિષ્ઠ કાર્યકર છે. નહિ એટલે સક્રિય નહોતો પણ અમે છે ને લાલ ચોકમાં તિરંગો લહેરાવવા માટે આર્ટીકલ ૩૭૦નું ઇન્ડિયા ફર્સ્ટ કેમ્પેન અમે ચલાવ્યું'તું આખા ગુજરાતમાં પ્રદીપસિહ વાઘેલા આપણા યુવા મોરચાના અધ્યક્ષ હતા ને એના નેતૃત્વમાં. એટલે એ ઇન્ડિયા ફર્સ્ટ કેમ્પેનમાં મેં સૌરાષ્ટ્ર ઝોનની ખુબ મોટી બેઠક આપણે અહિયાં રાજકોટમાં કરી હતી. હું રાજકોટનો પ્રભારી હતો. અને આખા સૌરાષ્ટ્રમાંથી લગભગ ૭-૮ હજારની સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા. ઇન્ડિયા ફર્સ્ટ કેમ્પેઇન આર્ટીકલ ૩૭૦ અને ૩૫ એ ના વિરોધમાં ચલાવેલું. અમે એક આખું મિશન ઉપાડ્યું તું કે કશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવા જાવો છે. ત્યારે અમે ગુજરાતમાંથી લગભગ ૫૦૦૦ થી વધુ યુવાનો અહીંથી ગયા હતા.
અમે બધા બાય ટ્રેન અહિયાંથી ગયા હતા. લગભગ દેશના વિભિન્ન રાજ્યોમાંથી પણ આવ્યા હતા યુવાનો. એ સમયે કોંગ્રેસની સરકારમાં ઘણી જગ્યાએ ટ્રેનો રદ્દ કરાવી દીધી તી, ઘણી જગ્યાએ ટ્રેનોના એન્જિન છૂટા કરાવી દેવાયા હતા. અટકાવવાના પ્રયત્નો કર્યા હતા એ સમયે. પણ અમે જમ્મુ સુધી પહોંચી ગયા હતા. પછી અમને ત્યાં નજરકેદ કરી લીધા હતા.
આપ તો ગીર સોમનાથથી જ છો તો એવી યોજનાએ કઇ છે જે તમે સાંસદ બન્યા પહેલા કરવા વિચારેલી? માનસિંહભાઇ પરમાર કહે છે જો હું ધારાસભ્ય નહોતો બન્યો ત્યારે એ પેલા પણ મારું એક સ્વપ્ન હતું કે અમારે વેરાવળ સિટીમાં એક રિવર ફ્રન્ટ ડેવલપ કરવું છે. એક સરસ મજાનો એક આઇકોનિક રોડ હોય, એક સરસ મજાનું લેક જેવું હોય કે જ્યાં સાંજે બધા બેસી શકે બધા આનંદથી... આવું આ હું ધારાસભ્ય નહોતો ત્યારે મેં એવું જોયું તું તો હવે મારો વિચાર છે કે અત્યારે અમે એને ઈમ્પ્લીમેન્ટ કરશું. હું ધારાસભ્ય નહોતો છતાંય સરકારમાં મેં જે જે રજૂઆતો કરી, સીએમ સાહેબ પાસે હું જયારે જયારે ગયો છું ત્યારે મારા ગ્રામ્ય વિસ્તાર માટે રસ્તાઓની માંગણી કરી કે બ્રિજની માંગણી કરી હોય તો એકી સાથે સીએમ સાહેબે મને ૨૦-૨૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટો આપેલી છે. એટલે હું એવું પ્લાનિગ કરું જ છું. આમ તો મેં ત્યારે વચ્ચે દરખાસ્ત કરી તી લગભગ ૮૦ કરોડની આજે આશરે લગભગ એવી દરખાસ્ત તૈયાર થઇ છે.
ખેડૂતોનો મોટો યક્ષ પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા શું કરવું જોઇએ? સાંસદશ્રીએ કહ્યું કે, મોદી સાહેબે ખેડૂતો માટે તો ઘણું બધું કર્યું છે. અને હજુ પણ એમએસપીબી સાહેબ આવ્યા ત્યાર પછી આવ્યું છે. કિસાન સન્માન નિધિ હોય, બાકીના સબસીડીના જે બધા પ્રશ્નો છે. નાના મોટા ખેડૂતની આવક જે બમણી થાય છે એના માટે નરેન્દ્રભાઈ ખુબ કામ કરે છે. અને વચ્ચે વરસાદથી ખુબ ધોવાણ થયું'તું ત્યારે સરકારમાં રજૂઆતો કરી ત્યારે એક સાથે સરકારે પેકેજ જાહેર કરી દીધું. એટલે સરકાર ખેડૂતો માટે તો ખુબ ચિતિત છે અને ખુબ ગંભીર છે. બાકી નાના મોટા પ્રશ્નો તો આવવાના જ છે. એક પ્રશ્ન ઉકેલશો ત્યાં બીજો આવીજ જવાનો. હમણા ભૂપેન્દ્રભાઇ પટેલે જે મોરબીના પ્રશ્ન પછી નિર્ણય કર્યો તેમાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે એટલે આપના માધ્યમથી હું ખેડૂતો વતી આભાર વ્યક્ત કરું છુ. પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર હોય છે.
ભાજપના આપના પર વિશ્વાસને સાર્થક કરવાના પ્રશ્નમાં માનસિંહભાઇ પરમારે જણાવ્યું કે, મારે સાર્થક કરવાની એટલા માટે જરૂર નથી કે પાર્ટીના મારા પર વિશ્વાસ હતો એટલે જ મને રાજ્યસભાના સાંસદ સુધી પહોંચાડ્યો છે. એ વિશ્વાસ તો સોમનાથ દાદાની કૃપાથી આ વિશ્વાસ કાયમી અડીખમ જ રહેશે. જ્યારે તેમના વિસ્તારમાં ત્રણ જ્ઞાતિઓનું જે વર્ચસ્વ જેમાં એક કારડિયા રાજપૂત, એક કોળી અને આહીર તો વૈમનસ્ય જેવું ખરું જ્ઞાતિઓમાં ભવિષ્યમાં? સાંસદશ્રીએ જણાવ્યું કે, અમારી જે જનરેશન છે એટલે આ હું આપને વાત કરું છું આ છેલ્લા ૧૫-૧૭ વર્ષથી. અમારામાં તો એ પ્રકારનું પોલીટીકલી કોઈ ઈલેક્શન લડતા હોય ને ૫-૧૫ દિવસ સામ સામે હોય એ વિષય અલગ છે બાકી એવો કોઈ જ્ઞાતિ વૈમનસ્યના ભૂતકાળમાં હતા કે ના હવે ભવિષ્યમાં થવાના છે. કેમકે આ ક્ષેત્રમાં કોઈ એક ચોક્કસ જ્ઞાતિથી ક્યારેય રાજકારણ નથી થતું. અને ભારતીય જનતા પાર્ટી તો બધા સમાજોને સાથે લઈને ચાલવા વાળી છે. આજે અમારા સંગઠનમાં હોય કે ચૂંટાયેલી પાંખોમાં હોય.
ઉદાહરણ તરીકે અમારે ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે નાથીબેન બાબુભાઈ વાજા જેઓ પહેલી વખત હાડી સમાજમાંથી બન્યા છે. ખુબ નાનો સમાજ અને જે મેજર તમને કોસ્ટલ બેલ્ટ ઉપર જોવા મળે. હવે એ ખુબ નાનો કાર્યકર એકદમ નાનો કાર્યકર છે એને કે આખી જીંદગી એણે ભાજપ પાછળ ખર્ચી દીધી છે એવો નાનકડો કાર્યકર્તાને એને પાર્ટી તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે.
પછી ઉપાધ્યક્ષ તરીકે અમે કોળી સમાજમાંથી બનાવ્યા છે. હંસાબેન છે અને કારોબારી ચેરમેન છે એ આહીર સમાજ માંથી છે ભરતભાઈ બાકુ. આવું બધી જગ્યાએ સંકલન થાય છે. અમારી વેરાવળ સોમનાથ હોય કે ગીર સોમનાથની જેટલી તાલુકા પંચાયત નગરપાલિકા હોય એ રીતે સંકલન થાય છે. અમારે ત્યાં નગરપાલિકામાં છે તો શહેરમાં અમારે ખારવા સમાજ મેજોરીટી હોય. ખારવા સમાજમાંથી પાર્ટીએ નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા, ઉપપ્રમુખ પ્રજાપતિ છે એમને બનાવ્યા છે, કારોબારી ચેરમેન છે જૈન સમાજ બનાવ્યા છે. એજ રીતે જિલ્લા પંચાયતમાં અમારે ચાર વિધાનસભા છે તો બે વિધાનસભા એવી ગીર ગઢડા અને તાલાલા તો જિલ્લા પંચાયતમાં લેઉવા પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે. દરિયાઈ ખેડૂતોને માછીમારોના યક્ષ પ્રશ્નો ઘણા છે એના માટે માનસિહભાઇ કહે છે, સરકારે ભૂતકાળમાં ઘણા બધા કાર્ય કર્યા છે અને અત્યારે તો આખું કોસ્ટલ બેલ્ટ જ એવડો ડેવલપ થાય છે જે પોર્ટોના જે સરકારે એવડી મોટી હજારો કરોડની ગ્રાન્ટો આપી છે અમારું વેરાવળ હાર્બર છે, હીરાકોટ છે, સુત્રાપાડા બંદર છે, આ બધા અત્યારે ડેવલપમેન્ટ ચાલુ જ છે. ધામરેજ બંદર, નવા બંદર આ બધે કામ ચાલું જ છે. નવા પોર્ટો, જેટી કહેવાય છે એ જેટી ડેવલપ થાય છે. કામ ચાલુ છે ઓન પ્રોસેસ છે.
એક બીજો પર્યાવરણ લક્ષી પ્રશ્ન છે ગીરમાં અત્યારે ઘણું બધું સામે આવે છે એ લોકોની માંગ ઉઠી છે કે આ પર્યાવરણને ઘણું નુકશાન થાય છે. હોટલો બહુ થઇ ગઈ છે. કોઇ લીમીટ જ નથી. માનસિંહભાઇએ કહ્યું કે, એ બધા તો ખબર નહિ કઈ રીતે હોઈ શકે છે બાકી લીગલી પરમીશન તો સરકારે જે આપેલી છે એ જ હોટલો ચાલુ છે. અને એ બાબતમાં તો સરકાર પણ કડક છે અત્યારે.
હોમસ્ટેમાંને જે બધામાં તો ઘણી જગ્યાએ સરકાર દ્વારા પણ તંત્ર દ્વારા પણ રેડો પાડતી હોય છે. પણ જંગલમાં રીસોર્ટ બને છે તેનું શું? સાંસદશ્રીએ જણાવ્યું કે, રિસોર્ટો બધા જંગલમાં નથી બનતા એ જંગલથી દૂરના જે ગામો હોય છે એમાં રિસોર્ટો બને છે. કદાચ હોય તે પણ ગેરકાયદે તો નહિ જ હોય.
ગુજરાતના વિકાસ માટે કયા ક્ષેત્રને સૌથી વધુ પ્રાથમિકતા આપશો? મનસિહભાઇ કહે છે, આમ તો બધા સેક્ટરોમાં પ્રાથમિકતા હોય છે પણ અત્યારે મોદી સાહેબે ખાસ કરીને યુથને ટાર્ગેટ કર્યો છે એટલે યુથને જે મુદ્રા યોજનાના માધ્યમથી સરકાર બધા યુથોને સરકાર એવું કહે છે કે તમે મુદ્રા યોજનાના માધ્યમથી નાના નાના એકમો તમે ચાલુ કરો. ઉદાહરણ તરીકે કાજલી ગામ છે ઈ ગામમાં તમે કોઈ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવો, મેન્યુફેક્ચરિંગ કરો, આ પોસીબલ ખરું કોઈ ગામના ઝાંપે? પણ આ તો ૨૪ કલાક વીજળી જ્યોતિગ્રામ આવી અને એ પછી આ એમએસએમઈ ની યોજના આવી એટલે એમાંથી લોન લીધી હોય લોન લઇ અને એક વર્ટોપાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની અમારા કઝીન છે ને એમણે આખી પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી અને લોન પણ ભરી દીધી અને લોન પણ ચૂકવાઈ ગઈ છે અને એકદમ સરસ મજાનો આખો પ્રોજેક્ટ ચાલે છે બોર્ડના વેન્ડર છે. એટલે આ એક મારુ ઉદાહરણ છે આવું દરેક ગામના ઝાંપે આવું છે. અમારું બાજુનું ગામ સોનારીયા છે તો ત્યાં એગ્રીકલ્ચરને લઈને કેટલા બધા નાના મોટા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નાની નાની છે. કોઈ ટ્રેલર બનાવે છે, કોઈ દાંતી બનાવે છે. આ બધું ક્યારે પોસીબલ થયું? બાકી આજથી ૧૫ વર્ષ પહેલા ક્યાય હતું જ નહિ. એમ તમે છેક સુધી ગમે ત્યાં જાવ હાઇવે ઉપર એટલે ગામને ઝાંપે નાના નાના એકમો ચાલુ જ છે. અને આ કારણ એક જ છે જ્યોતિગ્રામ યોજના અને મુદ્રા યોજના. નાના માણસો લોન ભરી પણ દે છે.
તાજેતરમાં રાજકોટના વિવિધ રાજપૂત સમાજના જૂથો દ્વારા એક મંચ પરથી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
પોતાના આ સાદગીપૂર્ણ અને શિસ્તબદ્ધ જીવન થકી તેમણે ખાતરી આપી હતી કે તેઓ હંમેશા જમીન સાથે જોડાયેલા રહીને લોકોના પ્રશ્નોને વાચા આપતા રહેશે. ઉલ્લેખનીય છે કે, એક કાર્યકરથી લઇ સાંસદ બન્યા ત્યાં સુધી માનસિહભાઇ પરમારમાં કોઇ જ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. સત્તા મળવા છતા તેઓ હજુ કોઇ જ પરિવર્તન આવ્યું નથી. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે, અનેક પ્રવાસો કર્યા છે છતા પાર્ટી વિરોધી મારા જીવનમાં કદી કામ નથી કર્યું. ઘણા કામ એવા હોય જે ન ગમે છતાં હસતા હસતા મે તે કામ કર્યા છે. આજે પાર્ટીએ મને આવડો મોટો કર્યો છે તેનું ઋણ હું કદી ચૂકવી નહી શકુ.
અકિલા ખાતે રાજ્ય સભા સાંસદ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ માનસિહભાઈ પરમાર સાથે ભાજપ અગ્રણીઓ ખુરશીદ સુમા, વિજય સાંગાણી તેમજ સોમનાથથી કેતન પરમાર અને સુત્રાપાડા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ દિપક કાછેલા ઉપરાંત રાજકોટ મનપાના પૂર્વ દંડક મનીષભાઇ રાડિયા અને રાજકોટ લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઇ મુલાકાત સમયે હાજર રહ્યા હતા.
ભોળિયાનાથના પરમ ભક્ત છે માનસિંહભાઇ
સાંસદ માનસિંહભાઇ પરમાર ખુબજ યુવા ઉંમરે ખુબ ઉંચાઇ પર પહોંલા નેતા છે. તેઓ ધાર્મિક ભાવના પણ ધરાવે છે. તેઓ કહે છે, હું જ્યોતિષ શાસ્ત્રમાં આસ્થા રાખું છું. બાકી સૌથી મોટો ભગવાન મારા માટે ભોળિયોનાથ છે. હું સોમનાથ દાદાના દર્શને દર સોમવારે જાવ છું. બારેય શિવરાત્રી રહું છું અને રોજ સવારે ઘરે ભગવાન શિવની પૂજા કરું છું. અને બારે બાર શિવરાત્રી આપણે જે મહાશિવરાત્રી અને ૧૧ જે દર મહિને આવે તે દરેક અને દર તેરસની શિવરાત્રીની પણ પૂજા હોય અને બારે બાર શિવરાત્રીની પૂજા હોય તે દરેક કરું છુ. બાકી રોજ ભગવાન શિવને પૂજું છું. મૂળ સ્વાધ્યાય પરિવારના સંસ્કાર ધરાવતા સાંસદ ભગવાન ભોળિયાનાથના પરમ ભક્ત છે. તેઓ દર સોમવારે સોમનાથ મહાદેવની પૂજા કરે છે. આ ઉપરાંત છેલ્લા ૧૩ વર્ષથી ચૈત્રી અને આસો નવરાત્રીમાં માત્ર લીંબુ-પાણી પર નકોરડા ઉપવાસ કરી માતાજીનું અનુષ્ઠાન કરે છે. તેમના ઘરે પાંડુરંગદાદા બે વખત અને દલાઇ લામા પણ આવી ચૂક્યા છે. તેઓ કહે છે, અમારા ભિડીયા ગામે શશિભૂષણ મહાદેવ છે અને દક્ષીણામુખી ભિડભંજન ગણપતિદાદા છે. એ જગ્યા અમારા ગામથી ૮ કિ.મી. થાય જ્યાં હું ૧૩૬ વખત ચાલીને ગયો છુ.
યુવાઓ માટે તમામ પ્રયાસો કરીશું
યુવાઓ માટે વાત કરતા માનસિંહભાઇ પરમારે કહ્યું કે, એક સાંસદ તરીકે મારે હજુ હોમવર્ક કરવાનું બાકી છે. પણ યુવાઓ માટે આપણાથી જે પણ થશે તે કરીશું. આજે પાર્ટીએ મને રાજ્યસભાના સાંસદ તરીકે મને મોકલ્યો છે અને નજીકમાંજ ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે એટલે શીખી, સમજી શું રજુઆત સારી કરી શકુ એ પ્રકારનો મારો પ્રયત્ન હશે. યુવાઓ પગભર બને તેવી યોજનાઓ સરકાર ચલાવે છે અને તેને યુવાઓ સુધી પહોંચાડવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.
મારી નાની ઓફિસમાં સામાન્ય લોકોના દરેક કામ થાય છેઃ માનસિંહ પરમાર
હું પછી વિધાનસભા હાર્યો ને એ જ દિવસે ૮ ડિસેમ્બરે ૨૦૨૨ એ હું રિઝલ્ટ આવ્યું, એ જ દિવસે સાંજે થી મેં મારું કામ શરૂઆત કરી દીધી તી. ૯ ડિસેમ્બર થી મારા વિસ્તારમાં પ્રવાસ મારા બધા ચાલુ. જીતેલા જે ધારાસભ્ય કોંગ્રેસના હતા એ આભાર વિધિ આભાર માનવા માટે નહોતા પહોંચ્યા પણ હું હારી ગયો હતો છતાંય મેં મારા ૫૨ ગામ અને મારી વિધાનસભા વેરાવળ સિટી એ બધી જગ્યાએ મારા આભાર દર્શનના કાર્યક્રમો કર્યા હતા. ત્રણ મહિનાની અંદર મારી વેરાવળ સિટી ગ્રામ્યની ઓફિસ તો મારી ચાલુ જ હોય પણ સિટીમાં મેં વચન આપ્યું તું કે હું મારી પોતાની વ્યક્તિગત અહિયાં ઓફિસ કરીશ અને ઓફિસ પણ એવી કે મારી ત્યાં જરૂર નથી. કે ત્યાં સામાન્ય લોકોના જે જનસંપર્કના કાર્યક્રમો થાય છે. ભલે ઓફિસ નાની છે પણ કામ એવા થાય છે કે રાશનકાર્ડમાં નામ ચડાવવું હોય ને તો મારી ઓફિસે રાશનકાર્ડ આપી જાય અને એનો જન્મ તારીખનો દાખલો આપી જાય. નામ ચડી જાય એટલે મારો ત્યાંથી માણસ ફોન કરે કે ભાઈ તમારું નામ દાખલ થઇ ગયું છે તમે લઇ જાવ. નવું રાશનકાર્ડ કરવું, આવકના દાખલા, જાતિના દાખલા, આયુષ્માન કાર્ડ, આધારકાર્ડમાં અપડેટ, વાહલી દીકરી યોજના, વિધવા પેન્શન, સરકારની શ્રમજીવી યોજના, ઈ-શ્રમ કાર્ડ... એમ સમજી લ્યો ને કે મોટા ભાગની જે સરકારની જેટલી યોજનાઓ છે એ સામાન્યમાં સામાન્ય માણસ સુધી છે ને મેં ત્યાં પહોંચતી કરી દીધી અને મને એ વાતનો ગર્વ છે.
યુવા મોરચાના કાર્યકરથી સાંસદ સભ્ય સુધીની સફર
આપનું મૂળભૂત બેકગ્રાઉન્ડ આખું એબીવીપીથી અને યુવા મોરચાના તો યુવાનો માટે શું અપેક્ષા રાખી શકાય? માનસિહભાઇ પરમારનું કહેવું હતું કે, યુવાનો માટે અપેક્ષામાં તો મોદી સાહેબે એટલું કામ કર્યું છે કે આજે દરેક યુવાનોને દરેક જગ્યાએ સ્થાન મળ્યા છે. પછી સ્પોર્ટ્સમાં હોય કે અન્ય કોઈ જગ્યાએ. એટલે હું આપને એમ કહું છું ને કે અમારા ભાગે વિશેષ કઈ આવશે જ નહિ કેમકે સાહેબના ધ્યાને મોટાભાગના બધા વિષયો છે. હવે જો યુવાનો માટે મારે કઈ કહેવા કરતા હું આપને ચોખ્ખી વાત કરું કે અમને જે રાજ્યસભાના ચાર સાંસદો જે બનાવ્યા છે જે અમે ચારેય યુવા છીએ. અમે ચારે ચાર કાર્યકર્તા છીએ. મેં આમાં મારા ૨૫ વર્ષ આપ્યા છે અને મહેનત કરી છે. વિદ્યાર્થી પરિષદમાં હું ૨૦૦૨ માં યુનિવર્સીટીની સેનેટની ચૂંટણી લડ્યો હતો. રાષ્ટ્રીય અધિવેશનો ને આ બધા તો વિદ્યાર્થી પરિષદમાં અમે કામ કરતા હતા. પછી વિદ્યાર્થી પરિષદમાંથી મુક્તિ મેળવી અને પછી હું યુવા મોરચામાં જોઈન થયો. મારું વેરાવળ યુવા મોરચામાં કામ કર્યું, જિલ્લાના યુવા મોરચામાં ૨૦૦૭ માં ઉપાધ્યક્ષ હતો. પછી ૨૦૦૯ માં પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશના અધ્યક્ષ થયા યુવા મોરચાના એટલે એમની ટીમમાં ૨૦૧૪ સુધી હું ઉપાધ્યક્ષ હતો. વચ્ચે હું ૧૨ થી ૧૪ બે વર્ષ કારોબારી સભ્ય હતો. પછી ૨૦૧૫ માં મને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનો અવસર મળ્યો'તો હું ચૂંટણી લડ્યો. આમ તો જનરલી ૨૦૧૦ માં મને કહેતા હતા પણ મેં કીધું તું જે વહીવટનો આપણને અનુભવ જ ન હોય એ ચૂંટણી લડવાનો અર્થ નહિ. એટલે પછી મેં ત્યારે ૧૦ માં નહોતી લડી, ૧૫ માં હું ચૂંટણી લડ્યો અને ૫૬૦૦ મતે હું ચૂંટાણો હતો. એ પછી સમિતિ ચેરમેન મારે બનવું નહોતું. મેં પાર્ટીને કીધું હું તો સંગઠનનું કામ કરવા માંગું છું. પાર્ટીમાં મેં એવી વાત કરી કે કઈ સંગઠનનું કામ હોય તો આપજો મને મારે કોઈ જિલ્લા પંચાયતના ચેરમેન નથી બનવું. એટલે પછી પાર્ટીએ મને ૨૦૧૭માં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવ્યા. અને પછી હું ૨૦૨૦ માં જિલ્લાનો અધ્યક્ષ બન્યો. ૨૦૨૦ માં હું જિલ્લાનો અધ્યક્ષ બન્યો ત્યારે મારી સામે એક ચેલેન્જ હતી કે ત્યારે અમારા જિલ્લામાં એક બી ધારાસભ્ય ભાજપના ન હતા નહિ પણ અમે બધાએ સાથે મળીને ખુબ મહેનત કરી. સંગઠનમાં નવા નવા યુવાનોને અલગ અલગ લોકોને સ્થાન આપ્યું. અને બધાએ સાથે મળીને અને એ સમયે સરકારમાંથી પણ અમને ખુબ સહકાર મળ્યો. સરકારમાં જે જે રજૂઆતો અમે સ્થાનિક લોકલ લેવલે કઈ પણ કામની રજૂઆત કરીએ એટલે સરકારમાંથી તરત જ અમારા રજૂઆતોને ધ્યાનમાં લેવાતી. કોઈ રસ્તાઓ હોય, નાળા પુલિયા, બાકીની નાની મોટી કોઈ સગવડતા આ તે બધું સરકારમાંથી જે પણ રજૂઆતો કરીએ એની તરત અસર મળતી. અને એનું રિઝલ્ટ મળ્યું અમે ચાર માંથી ત્રણ વિધાનસભા જીતી ગયા. જોકે હું પોતે પણ લડ્યો હતો ૨૦૨૦ માં પણ હું ૯૦૦ મતે ચૂંટણી હારી ગયો.

(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
