<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

નરેન્‍દ્રભાઈ સુરત અને દમણની મુલાકાતેઃ કરોડોના કામોનું લોકાર્પણ

વડાપ્રધાનશ્રી હજીરા સ્‍થિત એલ એન્‍ડ ટી કંપનીની કરશે મુલાકાતઃ ઈન્‍ડોર સ્‍ટેડિયમમાં સભાને સંબોધન કરાશે : રૂ.૧૮૭૭૮ કરોડના વિવિધ પ્રોજેક્‍ટના કરશે લોકાર્પણ શિલાન્‍યાસ અને ભુમિ પૂજનઃ મોદીને આવકારવા ભાજપ અને લોકોમાં ગજબનાકનો ઉત્‍સાહઃ દમણમાં ૮,૫૦૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્ધાટનઃ રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્‍યાસ કરશેઃ નરેન્‍દ્રભાઈ દમણમાં ‘નમો એરપોર્ટ' ના નવા ટર્મિનલ બિલ્‍ડિંગનું ઉદ્ધાટન તેમજ મરવડ ખાતે અદ્યતન સુવિધાવાળી નવી હોસ્‍પિટલ રાષ્ટ્રને કરશે સમર્પિત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી આજે સુરત અને દમણની મુલાકાતે આવી રહ્યા છે, સાથે સાથે કરોડો ના વિકાસ ના કામોને પણ લાવી રહ્યા છે ત્‍યારે સુરત અને દમણ વાસીઓમાં તેમને આવકારવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓ ને વધુ સુલ્લઢ બનાવી ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત' ના સંકલ્‍પને સાકાર કરવા માટે આજે ૫ મી જુન ને શુક્રવારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ના હસ્‍તે રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ પ્રકલ્‍પોનું લોકાર્પણ, ભુમિ પૂજન અને પ્રોજેક્‍ટો પ્રજાજનો ને સમર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાનની એક ઝલક જોવા માટે સુરતી લાલાઓ થનગની રહ્યા છે, તેમજ શહેર ભાજપ દ્વારા પણ વડાપ્રધાનના સ્‍વાગત ની નવીન તૈયારી ઓ પૂર્ણ થઈ ગઈ છે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સુરત ની મુલાકાત મુખ્‍યત્‍વે બે મહત્‍વના તબક્કામાં યોજાનાર છે, બપોરે આશરે ૨.૩૦ વાગ્‍યે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સુરત એરપોર્ટ ખાતે આગમન થશે, સુરત એરપોર્ટ પર મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, કેન્‍દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, સુરત મનપાના મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું સ્‍વાગત કરવામાં આવશે.

ત્‍યાર બાદ એરપોર્ટ થી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સીધા હજીરા ખાતે આવેલી એલ એન્‍ડ ટી કંપની ની મુલાકાત લેશે,, હજીરા ખાતેના નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કર્યો બાદ વડાપ્રધાન મોદી ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે આયોજિત મુખ્‍ય જાહેર કાર્યક્રમમાં જોડાશે, ઇન્‍ડોર સ્‍ટેડિયમ માં યોજાનારા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્‍તે દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્‍લા ની જિલ્‍લાઓ ની આશરે ૧૭,૦૦૦ કરોડના વિવિધ ૪૮ વિકાસ પ્રકલ્‍પોની ભેટ આપવામાં આવશે , જેમાં ૧૩,૮૨૬ કરોડના નેચર મોડિફાઇડ પ્રોજેક્‍ટ્‍સ લોકાર્પણ અને ૩,૨૫૮ કરોડના વિવિધ વિકાસકાર્યો નું ખાતમુહૂર્ત કરવામાં આવશે , ઇન્‍ડોર સ્‍ટેડિયમ માં વડાપ્રધાન મોદી જંગી જનમેદની ને સંબોધન કરશે.

ઇન્‍ડોર સ્‍ટેડિયમ ના કાર્યક્રમ સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદી હવામા સુરત ના પૂર્વ સીમાડા ઓ અને કલાકારો દ્વારા પ્રસ્‍તુત વિવિધ કલાઓ નિહાળશે ,  વડાપ્રધાન મોદી ની સુરત શહેરની મુલાકાતે આવી રહેલા હોવાના આગમનની પૂર્વ તૈયારીરૂપે ભારે ઉત્‍સાહ અને આતુરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત એરપોર્ટથી ઇન્‍ડોર સ્‍ટેડિયમ સુધીના રૂટ પર અલગ-અલગ જગ્‍યાએ વિવિધ ટ્રેડ વિગો દ્વારા ઉભા કરાયેલા ૨૩૦ જેટલા પોઈન્‍ટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી રસ્‍તા પર ક્‍યાંય રોકાવા ના નથી આમ છતાં વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે શહેરજનો પણ થનગની રહ્યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના કાર્યક્રમ માં પ્‍લાસ્‍ટિકના સદરનો બહિષ્‍કાર કરીને સંપૂર્ણપણે ગ્રીન પ્રોટોકોલ નું પાલન થાય તેવા પ્રયાસ સાથે સુરતના સ્‍થાનિક કલાકારો મહાનુભાવો ને કાઈટ આર્ટ્‍સ કંપની ટીમ દ્વારા ૪૮ બાય ૧૪ ફૂટનું વિશાળ કટ બનાવતું સંપૂર્ણ હેન્‍ડમેડ બેકડ્રોપ (સ્‍ટેજની પાછળના ભાગનું ડિઝાઇન) તૈયાર કરવામાં આવ્‍યું છે. આ ભવ્‍ય બેકડ્રોપના નિર્માણ માં પાંચ ટન પ્‍લાસ્‍ટિક અને સો ટકા કચરા ની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવ્‍યો છે , આ વિનિયોગ આર્ટ્‍સના મુખ્‍ય માણસો માટે પર્યાવરણ પ્રત્‍યેનું અને જાગૃતિ આપતું સ્‍વરૂપ માનવામાં આવે છે. ભારતનું ટેક્‍સટાઇલ હબ ગણાતું સુરત શહેર જ્‍યારે આ મેગા ઇવેન્‍ટનું યજમાન બન્‍યું છે, ત્‍યારે આ કાર્યક્રમ પાછળ ગુજરાતની અનેક કળા વારસા અને કારીગરીઓને પણ ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે.

આ કાર્યક્રમના શણગાર માટે ગુજરાત ની સ્‍થાનિક વણાટો અને વૈવિધ્‍યભર્યા માનવીય મશીનરી પરંપરાગત કાપડ કળાઓ જેવી કે બાંધણી, અદભુત અજરખ પ્રિન્‍ટ, પરંપરાગત બ્‍લોક પ્રિન્‍ટ અને સ્‍ટેજ ડેકોરેશન માં સમાન સ્‍તરે સમાવેશ કરવામાં આવ્‍યો છે. કાપડના વિવિધ ટુકડાઓ અને સ્‍ટેજના માધ્‍યમથી આખું બેકડ્રોપ સજાવવામાં આવ્‍યું છે, વિશ્વ પર્યાવરણ દિવસના ઐતિહાસિક અવસરે જ્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ વિશિષ્ટ સ્‍ટેજ પરથી જનમેદનીને સંબોધિત કરશે, ત્‍યારે તેમની બેકડ્રોપમાં ઝળહળતી ગુજરાતની આ પૌરાણિક હસ્‍તકલા અને પર્યાવરણ પ્રત્‍યેની જવાબદારી આપણા દેશના નાગરિકો માટે એક નવો સંદેશ પણ આપશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ આજે સુરત બાદ  દમણ ની મુલાકાતે પણ આવી રહ્યા છે, દમણ માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે  ‘નવા ભારત' થીમ પર આયોજિત આ ભવ્‍ય કાર્યક્રમ માં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સ્‍વામી વિવેકાનંદ સ્‍પોર્ટ્‍સ ગ્રાઉન્‍ડ, નાની દમણ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન નગર હવેલી અને દમણ-દીવ સહિત અનેક વિસ્‍તારોના જન પ્રતિનિધિઓ, મહાનુભાવો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહેશે , પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ તેમની દમણ મુલાકાત દરમિયાન સાંજે લગભગ ૦૬:૧૫ વાગ્‍યે દમણમાં નવા ‘નમો એરપોર્ટ'ના નવા ટર્મિનલ બિલ્‍ડિંગનું ઉદ્ધાટન કરશે ,  ત્‍યારબાદ નવી ‘નમો હોસ્‍પિટલ' રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

નરેન્‍દ્ર ભાઈ સાંજે આશરે ૦૭:૧૫ વાગ્‍યે, દમણ માં આશરે રૂ. ૨૨,૮૦૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્ધાટન, સમર્પણ અને શિલાન્‍યાસ કરશે , આ પ્રોજેક્‍ટ્‍સ હેલ્‍થકેર, સિવિલ એવિએશન (નાગરિક ઉડ્ડયન), પ્રવાસન, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, રેલવે અને મહાનગર પાલિકા સહિત ના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે અને તેનાથી પૂર્વોત્તર પ્રદેશ દ્વારા નગર હવેલી તથા દમણ-દીવના એકંદર વિકાસને વેગ મળશે, વિકાસ ને મોટો વેગ મળવાની અપેક્ષા છે, પ્રધાનમંત્રી દમણમાં નવા એરપોર્ટ ના નવા ટર્મિનલ બિલ્‍ડિંગ અને નવસારી સ્‍થિત નવા હોસ્‍પિટલ સહિત આશરે રૂ.૧,૩૪૦ કરોડના પ્રોજેક્‍ટોનું ઉદ્ધાટન કરશે , નવું એરપોર્ટ ટર્મિનલ આધુનિક હવાઈ કનેક્‍ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વૃદ્ધિને સહજ બનાવશે, દમણ જિલ્‍લાના જિલ્‍લા હોસ્‍પિટલ જેવી નવી હોસ્‍પિટલ દરરોજ આશરે ૧,૫૦૦ OPD દર્દીઓની સારવાર માટે વિકસાવવામાં આવી છે અને લોકોને ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવાઓની પહોંચમાં મહત્‍વપૂર્ણ વધારો કરશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, નરેન્‍દ્ર ભાઈ વડાપ્રધાન બન્‍યા બાદ દમણ ની આઠમી મુલાકાત છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણની આ મુલાકાત કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રત્‍યે તેમના વિશેષ ધ્‍યાન તથા વિકાસ પ્રત્‍યે નિરંતર પ્રતિબદ્ધતાને દર્શાવે છે , પ્રધાનમંત્રી શ્રી ની મોદી ના દૂરંદેશી નેતૃત્‍વમાં છેલ્‍લા એક દાયકામાં કેન્‍દ્રશાસિત પ્રદેશ દ્વારા નગર હવેલી તથા દમણ-દીવે અનુપમ વિકાસનો અનુભવ કર્યો છે. આ ઐતિહાસિક અવસર ફક્‍ત વિકાસયાત્રામાં એક નવો અધ્‍યાય જ નહીં જોડે, પરંતુ ‘‘નવા ભારત'' અને વિકસિત સંકલ્‍પોના દિશામાં કેન્‍દ્રશાસિત પ્રદેશના સામાજિક તંત્રને પણ નવી ઊંચાઈ આપશે.

નરેન્‍દ્રભાઈને આવકારવા દમણ વાસીઓમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે

(1:15 PM IST)