News of Monday, 13th July 2026
ન્યુઝીલેન્ડનાં ઓકલેન્ડમાં નરેન્દ્રભાઇનું ભવ્ય સ્વાગત : સાંસ્કૃતિક કાર્યક્રમ
બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિતિ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૩ : ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૪૦ વર્ષ બાદ ભારતના વડાપ્રધાન બે દિવસ નાં પ્રવાસે ઓકલેન્ડ આવતા ન્યૂઝીલેન્ડ નાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ષન અને અધીકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બિજા દિવશે ઓકલેન્ડ ખાતે આવેલા સ્પાર્ક એરેના સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાય ના લોકો ને સંબોધન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ન્યૂઝીલેન્ડ નાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ષનએ સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું આતકે ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ષન એ જણાવેલ કે ૨૧ મી સદીનું ભાગ્ય ભારત નક્કી કરશે.
નરેન્દ્ર મોદી એ જણાવેલ કે હું વડાપ્રધાન તરીકે પ્રથમવાર આવેલ પણ હું અંદાજિત ૩૦ વષૅ પહેલા હું ન્યુઝીલેન્ડ ની મુલાકાતે આવેલ અને તે સમયે નરેન્દ્રભાઈ મોદી ને ભેંટ માં આપેલ મફલર અને હાથ મોજા આજે હું ફરી.સાથે લાવેલ જે સૌ ને બતાવેલ બાદ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે FTA ના ઐતિહાસીક કરાર થી ભારત ના વિધાર્થી ઓં ને ઉચ્ચ અભ્યાસ અને વેપાર ટેકનોલોજી પ્રવાસન અને કુશળ કારીગરો અને ખેતી માટે ફાયદો થશે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
