તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Tuesday, 18th August 2026
નાસ્ડેકમાં ઐતિહાસિક પલટો: ડિસેમ્બરથી રોજ ૨૩ કલાક શેરબજાર ધમધમશે, એશિયા સહિત વિશ્વના રોકાણકારોને અમેરિકી શેરમાં નવી તક મળશે

ન્યૂયોર્કઃ અમેરિકાનું અગ્રણી શેરબજાર નાસ્ડેક હવે લગભગ ચોવીસ કલાકના ટ્રેડિંગ યુગમાં પ્રવેશવાની તૈયારીમાં છે. નાસ્ડેકની યોજના મુજબ ૬ ડિસેમ્બર, ૨૦૨૬થી નવી રાત્રિ ટ્રેડિંગ બેઠક શરૂ કરવાની તૈયારી હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે..
રાત્રિ બેઠક અમેરિકાના પૂર્વીય સમય મુજબ રાત્રે ૯ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી ચાલશે. દિવસની હાલની વ્યવસ્થા સાથે મળીને શેરોમાં સપ્તાહના પાંચ દિવસ રોજ કુલ ૨૩ કલાક ટ્રેડિંગ શક્ય બનશે. માત્ર રાત્રે ૮થી ૯ દરમિયાન સિસ્ટમ પ્રક્રિયા માટે વિરામ રહેશે.
નાસ્ડેકે ખાસ કરીને એશિયા અને યુરોપ સહિત વિશ્વભરના રોકાણકારોની વધતી અમેરિકી શેરોની માગને ધ્યાનમાં રાખી આ મોટો નિર્ણય લીધો છે. વિસ્તૃત સમય અમલમાં આવવા માટે જરૂરી બજાર માળખું અને સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ થવી જરૂરી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
