<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

વોટ ચોરી વિરુદ્ધ ૧૦ ઓક્‍ટોબરથી કોંગ્રેસનું રાષ્ટ્રવ્‍યાપી અભિયાન

વોટ બચાવો - દેશ બચાવો અભિયાનના ભાગરૂપે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCCs) દ્વારા બ્‍લોક, જિલ્‍લા અને રાજ્‍ય સ્‍તરે પત્રકાર પરિષદો અને વિરોધ કૂચ (માર્ચ) યોજવામાં આવશે : ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રણાલી દેશના લોકશાહી માળખાને બરબાદ કરી નાખશે

 

નવી દિલ્‍હી તા.૬: કોંગ્રેસ પાર્ટીએ સોમવારે મત ચોરીના કથિત મામલા અને મુખ્‍ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે, ૧૦ ઓક્‍ટોબરથી વિવિધ તબક્કામાં આક્રમક દેશવ્‍યાપી અભિયાનની જાહેરાત કરી છે.

આ નિર્ણય કોંગ્રેસના અધ્‍યક્ષ મલ્‍લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પાર્ટીના મુખ્‍ય મથક ખાતે બોલાવવામાં આવેલી બેઠકમાં લેવામાં આવ્‍યો હતો. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવો, પ્રભારીઓ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના પ્રમુખો અને વિવિધ મોરચાના વડાઓ હાજર હતા અને તેમાં મત ચોરી તથા CEC કુમાર સામે વિરોધ પ્રદર્શનની યોજના ઘડવામાં આવી હતી.

પાર્ટી હેડક્‍વાર્ટર ખાતે મીડિયાને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે જણાવ્‍યું હતું કે, પાર્ટી અધ્‍યક્ષે PCC પ્રમુખો, પ્રભારીઓ અને મહાસચિવોને મત ચોરી સામે આક્રમક દેશવ્‍યાપી અભિયાન ચલાવવા માટે સ્‍પષ્ટ સૂચનાઓ આપી છે.

વેણુગોપાલે કહ્યું કે, તેમણે ખાસ કરીને એ વાતનો ઉલ્‍લેખ કર્યો હતો કે આ ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રણાલી દેશના લોકશાહી માળખાને બરબાદ કરી નાખશે.

તેમણે કહ્યું, તેથી, કોંગ્રેસ પક્ષ અને સમાન વિચારધારા ધરાવતા પક્ષોની એ ફરજ છે કે તેઓ તેનો આક્રમક રીતે વિરોધ કરે અને આગળ વધે. રાહુલ ગાંધીએ પણ અમારા નેતાઓને સ્‍પષ્ટ સૂચનાઓ આપી છે કે આ આંદોલન આવતીકાલે કે પરમ દિવસે પૂરું થવાનું નથી; જ્‍યાં સુધી ગણેશ કુમારને હટાવવામાં ન આવે અને વ્‍યવસ્‍થામાં સુધારો ન થાય ત્‍યાં સુધી આ એક સતત અને આક્રમક અભિયાન ચાલુ રહેશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્‍યું હતું કે આ અભિયાન વોટ બચાવો - દેશ બચાવોના સૂત્ર હેઠળ ચલાવવામાં આવશે.

અભિયાનના કાર્યક્રમની જાહેરાત કરતા વેણુગોપાલે કહ્યું કે ૧૦ ઓક્‍ટોબરથી ૨૬ નવેમ્‍બર દરમિયાન, વોટ બચાવો - દેશ બચાવો અભિયાનના ભાગરૂપે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCCs) દ્વારા બ્‍લોક, જિલ્‍લા અને રાજ્‍ય સ્‍તરે પત્રકાર પરિષદો અને વિરોધ કૂચ (માર્ચ) યોજવામાં આવશે.

તેમણે જણાવ્‍યું હતું કે ૧૦ થી ૨૦ ઓક્‍ટોબર દરમિયાન બ્‍લોક-સ્‍તરીય કૂચ યોજાશે જે SDM કચેરીઓ સુધી પહોંચશે; ૨૫ ઓક્‍ટોબરથી ૨૫ નવેમ્‍બર દરમિયાન દરેક ગામમાં ગ્રામીણ ચોપાલ (બેઠકો) યોજવામાં આવશે, જેમાં પક્ષના કાર્યકરો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ૅમત ચોરીની કાર્યપદ્ધતિૅ વિશે સમજાવશે અને તેમાં ગામના અગ્રણીઓ તથા મુખિયાઓને આમંત્રિત કરવામાં આવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે BLA (બૂથ લેવલ એજન્‍ટ્‍સ) - જેઓ અમારા વોટ રક્ષક છે - તેમને અન્‍યાયી રીતે યાદીમાંથી દૂર કરાયેલા દરેક મતદારની ઓળખ કરવાની અને તેમનું નામ ફરીથી નોંધાવવાની કામગીરી સોંપવામાં આવશે.

વેણુગોપાલે જણાવ્‍યું હતું કે ૧ નવેમ્‍બરે રામલીલા મેદાનમાં ઈન્‍ડિયા (INDIA) ગઠબંધનની ભવ્‍ય રેલી યોજાશે અને ૨૫-૨૬ નવેમ્‍બરના રોજ પાર્ટીની 'દિલ્‍હી ચલો વાહન રેલી યોજાશે. આ રેલીનો સમાપન કાર્યક્રમ ૨૬ નવેમ્‍બરે બંધારણ દિવસના અવસરે દિલ્‍હીમાં યોજાશે.

તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું હતું કે જ્‍યાં સુધી ઘ્‍ચ્‍ઘ્‍ (મુખ્‍ય ચૂંટણી કમિશનર)ને હટાવવામાં, ધરપકડ કરવામાં અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં ન આવે ત્‍યાં સુધી કોંગ્રેસ રસ્‍તા પર ઉતરીને સંઘર્ષ ચાલુ રાખશે.

મંગળવારે ECI (ચૂંટણી પંચ) સુધી ઈન્‍ડિયા ગઠબંધન દ્વારા યોજાનારી વિરોધ કૂચ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, અમારો ઉદ્દેશ્‍ય સંસદથી ECI સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો છે. તેમણે (પોલીસે) અમને ત્‍યાં જવાની મંજૂરી આપવી જોઈએ

 

(9:58 AM IST)