News of Thursday, 17th September 2026
રૂા.૨.૨૦ કરોડના ઈનામી નક્સલી અસીમ મંડલનું આત્મસમર્પણ
અસીમ મંડલના આત્મસમર્પણ બાદ સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે

રાંચી તા.૧૭: પヘમિ બંગાળમાં પ્રતિબંધિત ભાકપા માઓવાદી સંગઠનના સેન્ટ્રલ કમિટી સભ્ય (CCM) અસીમ મંડલ ઉર્ફ આકાશે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. અસીમ મંડલ પર ઝારખંડ અને ઓડિશા સરકાર તરફથી કૂલ ૨.૨૦ કરોડ રૂપિયાનું ઈનામ જાહર કરાયું હતું. તેમાં ઝારખંડ સરકાર તરફથી ૧ કરોડ અને ઓડિશા સરકાર તરફથી ૧.૨૦ કરોડ રૂપિયાનું ઈનામ સામેલ છે. ઝારખંડ પોલીસ મુખ્યાલય દ્વારા અસીમ મંડલના બંગાળમાં આત્મસમર્પણ કરવાની પુષ્ટિ કરવામા આવી છે.
ઝારખંડ પોલીસ મુખ્યાલયમાંથી મળેલી જાણકારી અનુસાર અસીમ મંડલ સુરક્ષાદળોના વ્યાપક અભિયાનથી નાસતો ફરતો હતો. કોઈ રીતે તે બંગાળ પહોંચવામા સફળ થઈ ગયો. જ્યાર બાદ તેણે બંગાળ પોલીસ સામે આત્મસમર્પણની ઈચ્છા વ્યક્ત કરી.
હકીકતમાં, અસીમ મંડલ બંગાળનો જ રહેવાસી છે. માટે તેનો પ્રયાસ હતો કે તે બંગાળમાં જ આત્મસમર્પણ કરે. અસીમ લાંબા સમયથી પヘમિ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં માઓવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલો હતો. સુરક્ષા દળો સાથે અથડામણ અને હુમલાના ઘણા કેસોમાં તેનું નામ સામે આવ્યું છે.
પોલીસ રેકોર્ડ પ્રમાણે ૧ માર્ચ ૨૦૨૬એ ચાઈબાસાના છોટાનાગરા વિસ્તાર અંતર્ગત મરાંગપોંગામાં સુરક્ષાદળો સાથે અથડામણ દરમિયાન બે જવાન ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં ૨૦૯ કોબરાના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પણ સામેલ હતા. ૧૨ એપ્રિલ ૨૦૨૫એ ચાઈબાસાના જરાઈકેલા વિસ્તાર ક્ષેત્ર અંતર્ગત રાધાપોરામાં ઝારખંડ જગુઆરનો એક જવાન શહીદ થયો હતો.
જ્યારે ૧૧ જાન્યુઆરી ૨૦૨૩એ ટોન્ટા વિસ્તાર અંતર્ગત તુંબાહાકામાં ૨૦૯ કોબરાના ૯ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. તદ્દપરાંત ૩૧મે ૨૦૨૦એ કરાઈકેલા વિસ્તારના જોનવામાં એક સુરક્ષા દળના જવાનનું મોત થયું હતું. ૧૧ જૂલાઈ ૨૦૧૮એ પૂર્વી સિહભૂમના એમજીએમ વિસ્તારની જાંટી હિલમાં પણ એક સરુક્ષાદળનો જવાન શહીદ થયો હતો. આ ઘટનાઓમાં પણ અસીમ મંડલની ભૂમિકાની તપાસ કરવામા આવી રહી છે. અસીમ મંડલના આત્મસમર્પણ બાદ સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. ખાસ કરીને જંગલોમાં માઓવાદીઓ દ્વારા છુપાવીને રાખવામા આવેલા હથિયાર, શષો-દારુગોળો અને અન્ય સામાનના ડંપની જાણકારી એકઠી કરવામા આવી રહી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન હથિયારો અને વિસ્ફોટક સામગ્રીના ઠેકાણાના સંબંધમાં મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. અસીમ મંડલના સરેન્ડરને ઝારખંડ અને પヘમિ બંગાળના સરહદી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળો માટે મહત્ત્વપૂર્ણ સફળતા અને ઝારખંડમાંથી નક્સલ અધ્યાયના સમાપ્તિ તરીકે જોવામા આવી રહ્યો છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
